ઝી બ્યુરો/દ્વારકા: ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિવારને કાળ ભરખી ગયો છે. ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા હડકંપ મચ્યો છે. કયા કારણોસર પરિવારના સભ્યોએ આ પગલુ ભર્યુ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ પંથકમાં ચકચારી મચી ગઈ છે. આ ઘટનામાં દ્વારકા અને જામનગર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તજવીજ હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણામાં અશાંત ધારો લાગુ! 79 વિસ્તારમાં મકાન લે વેચ માટે લેવી પડશે ફરજિયાત મંજૂરી


મૂળ મોડપરના અને હાલ જામનગર રહેતાં પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે. પતિ-પત્ની, દીકરા અને દીકરીએ આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ રહ્યુ છે. પોલીસ દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. દ્વારકાના ભાણવડ તાલુકામાં ધારાગઢ ગામે 4 લોકોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.


અ'વાદમાં પ્રથમવાર રથયાત્રાનો પોલીસ બંદોબસ્ત પેપરલેસ, 3 કિ.મી વિસ્તારમાં એપથી મોનિટરિ


મૂળ મોડપરના રહેવાસી અને હાલ જામનગર રહેતા પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે. મૃત્યુ પામનાર પતિ-પત્ની તેમજ દિકરા-દિકરીનો સમાવેશ થાય છે. ભાણવડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ઘટના સ્થળની નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેની નજરે આ 4 મૃતક આવ્યા હતાં. તેથી તેણે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરીને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. 


ગુજરાતમાં મેઘાની ધમાકેદાર શરૂઆત, કયા પાકનું કેટલું થયું વાવેતર, બિયારણની શું સ્થિતિ?


પોલીસે તાબડતોડ ઘટના સ્થળે પહોંચીને ચારેય મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા છે. પોલીસને ઘટના સ્થળ પરથી એક બાઈક અને એક્ટીવા પણ મળી હતી. 


મૃતકો


  • અશોકભાઈ જેઠભાઈ ધુંવા ઉ. 42

  • લીલુંબેન અશોકભાઈ ધુંવા ઉં 42

  • જીગ્નેશ ભાઈ અશોકભાઈ ધુંવા ઉ.20

  • કિંજલબેન અશોકભાઈ ધુંવા ઉં. 18