જર્જરીત મકાન ધરાશાયી...બે સગી બહેન સહિત પરિવારમાં 3 ના મોત...7 નો ચમત્કારીક બચાવ
આ ઘટના છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાની. જ્યાં એક જુનુ પુરણું જર્જરીત મકાન ધડાક દઈને ધરાશાયી થતા આ હોનારત સર્જાઈ હતી. આ બનાવને પગલે સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે.
- દ્વારકાના ખંભાળિયામાં મકાનની છત ધરાશાયી થતા ત્રણના મૃત્યુ
- દુર્ઘટનામાં બે સગીરા અને એક વૃદ્ધાએ ગુમાવ્યો જીવ
- ધોધમાર વરસાદ વચ્ચે મકાનની છત ધરાશાયી થઈ
- છત ધરાશાયી થતા ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા, સાત લોકોનો થયો હતો બચાવ
- NDRFની ટીમે ભારે જહેમત બાદ ત્રણ લોકોને બહાર કાઢ્યા
- કમનસીબે ત્રણેય લોકોનું દુર્ઘટનામાં મૃત્યુ થયું
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અહીં અત્ર તત્ર સર્વત્ર પાણીપાણી થઈ ગયું છે. આ સ્થિતિમાં જૂના પુરણા મકાનોને પણ અસર પહોંચી છે. જ્યાં એક જૂનુ અને જર્જરિત મકાન ધરાશાયી થતા બે બહેનો સહિત એક જ પરિવારની ત્રણ મહિલાઓના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં 7 લોકોનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થઈ ગયો છે. આ ઘટના છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાની. જ્યાં એક જુનુ પુરણું જર્જરીત મકાન ધડાક દઈને ધરાશાયી થતા આ હોનારત સર્જાઈ હતી. આ બનાવને પગલે સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે. સાથે જ પંથકમાં આ પ્રકારના જર્જરિત અને જોખમી મકાનોને લઈને કડક કાર્યવાહીની પણ વાત કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈ કાલ સાંજે એક દુઃખદ ઘટના બનવા પામી હતી જેમાં ત્રણ માળનું મકાન ધરાસાઈ થતાં જેમાં ત્રણ લોકોના મૃત્યુ નીપજવા પામ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ની મેન બજાર પાસે ગગવાની ફરી વિસ્તારમાં આવેલ અશ્વિનભાઈ જેઠાભાઈ કણજારીયા નુ મકાન કે જે વર્ષો જૂનું હોય હાલ સમગ્ર દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હોય એના પગલે આ મકાન ની ત્રણે ત્રણ માળાની છત ધરાસાઈ થવા ભમી હતી આ ગંભીર ઘટના ગઈ કાલ સાંજે છ વાગે આસપાસ બનતા સમગ્ર ખંભાળિયા પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી.
આ ઘટનામાં ત્રણ લોકો કાટમાળ નીચે દતાયા હતા તો અન્ય સાત જેટલા લોકોનો ચમત્કારિક રીતે બચાવ થવા પામ્યો હતો કાટમાળ નીચે દબાયેલા ત્રણ લોકો જેમાં એક કેસરબેન જેઠા કણજારીયા તેમની ઉંમર વર્ષ 65 હતી , પ્રીતિબેન અશ્વિન કણજારીયા જેમની ઉંમર વર્ષ 13 અને પાયલબેન અશ્વિન કણજારીયા કે જેમની ઉંમર 17 વર્ષ હતી તે તમામ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ndrf ટીમ દ્વારા છ કલાકની જેહમત બાદ કાટમાળ નીચે દબાયેલા તમામ ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પરંતુ કમ નસીબે ત્રણે ત્રણ લોકોનું આ ગંભીર ઘટનામાં મૃત્યુ થવા પામ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ SDM, dydp,pi,psi, મામલતદાર ,ચીફ ઓફિસર સહિત તમામ ધોધમાર વરસાદ હોવા છતાં પણ ખડે પગલે રહ્યા હતા સમગ્ર ઓપરેશન દરમિયાન ધોધમાર વરસાદ પડી રહ્યો હોય જેના પગલે ઓપરેશન લાંબુ ચાલ્યું હતું