દેવભૂમિ દ્વારકાઃ રાણ ગામમાં બોરવેલમાં ફસાયેલી બાળકી જિંદગીનો જંગ હારી, ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી
દ્વારકા જિલ્લાના રાણ ગામે એક બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. આ બાળકી 100 ફૂટ ઊંડા બોરમાં 35 જેટલા ફૂટે ફસાઈ ગઈ હતી. બાળકી આઠ કલાક કરતા વધુ સમય બોરવેલમાં ફસાયેલી રહી હતી. ત્યારબાદ બાળકીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું પરંતુ તેને બચાવી શકાય નહીં.
દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે બપોરે એક અઢી વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. ત્યારબાદ બાળકીને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમ કામે લાગી હતી. રાત્રે 9.45 કલાક આસપાસ બાળકીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ આ બાળકીનું મૃત્યુ થયું છે. અઢી વર્ષની બાળકી 8 કલાક કરતા વધુ સમય સુધી બોરવેલમાં ફસાયેલી રહી હતી.
બોરવેલમાં ફસાયેલી બાળકીનું મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામમાં આજે બપોરે બોરવેલમાં ફસાયેલી બાળકીનું મોત થયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ બાળકીને બહાર કાઢી હતી. બાળકી આઠ કલાક કરતા વધુ સમય માટે બોરવેલમાં ફસાયેલી રહી હતી. બાળકીને બહાર કાઢી ત્યારે તે બેભાન હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube