જૂનાગઢ શહેરમાં રૂપિયા 5.31 કરોડના વિકાસના કામોને અપાઈ મંજૂરી
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં શહેરમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં શહેરના કુલ 10 વોર્ડમાં ગટરના કામો માટે 2.9 કરોડ મંજૂર કરાયા હતા
સાગર ઠક્કર/ જૂનાગઢ: જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં શહેરમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં શહેરના કુલ 10 વોર્ડમાં ગટરના કામો માટે 2.9 કરોડ મંજૂર કરાયા હતા, સર્કિટ હાઉસ સામે નવાબીકાળના પાણીના ટાંકાની જાળવણી અને લાઈટીગ તથા નરસિંહ મહેતાના ચોરાને લાઈટીંગ કરવા માટે નિર્ણયો કરાયા હતા.
વોર્ડ નં. 6 માં 3.57 લાખના ખર્ચે હાઈમાસ્ટર ટાવર ફીટ કરાશે, ફાયર સ્ટેશનના રીપેરીંગ માટે 50 લાખ તથા વોર્ડ નં 10 માં સીસી રોડ માટે 6.66 લાખ, ઈવનગર ડમ્પીંગ સાઈટ માટે 8 લાખ અને વોર્ડ નં. 11 માં પીવાના પાણી માટે 1.62 કરોડ, અર્બન હેલ્થ સેન્ટરોમાં દવાાઓ માટે 14.70 લાખ, ઓપન ડ્રેનેજ પેક કરવા 12 લાખ અને આણંદપુર ડેમ કામગીરી માટે 15.27 લાખ મળીને કુલ 5.31 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube