`છોટા કાશી`ના નામથી જાણીતું ગુજરાતનું આ શહેર, `હર હર મહાદેવ`ના નાદ સાથે ગુંજી ઉઠ્યું
`છોટા કાશી`ના (Chhota Kashi) નામથી પ્રચલિત અને શિવજીની નગરી (Shiv Nagari) એવા જામનગર (Jamnagar) શહેરમાં પ્રત્યેક ખૂણે નાના મોટા અનેક શિવાલયો આવેલા છે
મુસ્તાક દલ/ જામનગર: "છોટા કાશી"ના (Chhota Kashi) નામથી પ્રચલિત અને શિવજીની નગરી (Shiv Nagari) એવા જામનગર (Jamnagar) શહેરમાં પ્રત્યેક ખૂણે નાના મોટા અનેક શિવાલયો આવેલા છે. ત્યારે શ્રાવણ માસના (Shravan Maas) પ્રારંભ સાથે અને પ્રથમ સોમવારે 'હર હર મહાદેવ' અને 'જય ભોળાનાથ'ના નાદ સાથે અને ઘંટારવ સાથે અનેક ભાવિકોએ શિવ મંદિરોમાં (Shiva Temples) પૂજા અર્ચના કરી હતી અને રુદ્રાભિષેક, જળાભિષેક દ્વારા ભોળાનાથને રીઝવવા માટે પ્રાર્થના કરી હતી.
જામનગર (Jamnagar) શહેરમાં નાગેશ્વર સ્થિત આવેલા પુરાણપ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર (Siddhnath Mahadev Temple), ભીડભંજન મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર (Nageshwar Mahadev Temple), કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર (Neelkanth Mahadev Temple), પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર મહાદેવ મંદિર, હમેશ્વર મહાદેવ મંદિર સહિતના નાના-મોટા અનેક શિવાલયોમાં (Shiva Temples) વહેલી સવારથી જ દર્શનાર્થીઓ પૂજા સામગ્રી સાથે કતારમાં ગોઠવાઈ ગયા હતા અને મંદિરમાં વહેલી સવારથી જ ઘંટારવ સાંભળવા મળ્યો હતો.
આ પણ વાંચો:- જામનગર: સરકાર વિરોધી કોંગ્રેસના કાર્યક્રમમાં ધક્કામુક્કી, કાલાવડના ધારાસભ્ય ઇજાગ્રસ્ત
શહેરના મુખ્ય મુખ્ય શિવાલયોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતાર જોવા મળી હતી. ભગવાન શિવજીની નગરી એવી 'છોટીકાશી' જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને દિવસે જ શિવમય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું. મોટાભાગના શિવમંદિરોના દ્વારે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને મહિલા પોલીસ સહિતના પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો ફરજ પર મુકાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube