સોમનાથ : આજે છે મહાશિવરાત્રી અને સોમવારનો પવિત્ર સંયોગ છે. ત્યારે સોમનાથ મંદિરમાં માનવમહેરામણ ઉમટ્યું છે. આજે વિવિધ દેશભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ભાવિકોનાં ઘસારાને ધ્યાને લઇ સોમનાથ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખૂલ્યા બાદ સળંગ 42 કલાક સુધી મંદીર ખુલ્લુ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથમાં આજે શું શું થશે
મહાશિવરાત્રિને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જેના દ્રશ્યો રાતના સમયે આહલાદક લાગી રહ્યા છે. વહેલી સવારે 4 વાગ્યાથી લઈને મોડી રાત સુધી જુદા જુદા પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવશે. સવારે મહાદેવની પાલખી યાત્રા બાદ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવશે. બપોરે 12 વાગ્યે મધ્યાહન પૂજા અને આરતી થશે. સાથે જ મંદિરની યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞ કરવામાં આવશે. સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવશે. દીપમાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7 વાગ્યે મહાઆરતી થશે. આ ઉપરાંત રાત્રિ પણ જુદા જુદા 4 પ્રહરની પૂજા આરતી કરવામાં આવશે. તો શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને સંધ્યા આરતીનો લાભ લીધો હતો. મહાદેવને 51 કિલો રંગબેરંગી ફૂલોનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.


[[{"fid":"205162","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SomnathShivling.JPG","field_file_image_title_text[und][0][value]":"SomnathShivling.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SomnathShivling.JPG","field_file_image_title_text[und][0][value]":"SomnathShivling.JPG"}},"link_text":false,"attributes":{"alt":"SomnathShivling.JPG","title":"SomnathShivling.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


આજે સોમનાથના મંદિર પરિસરની યજ્ઞ શાળામાં મહામૃત્યુંજય યજ્ઞ કરવામાં આવશે. દર્શનાર્થે આવતા તમામ ભાવિક ભક્તો યથાશક્તિ ફાળો આપી મહામૃત્યુંજય યજ્ઞમાં 108 વાર સ્વયં આહુતિ આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર વર્ષમાં કરેલ શિવપુજા જેટલુ પુણ્ય માત્ર શિવરાત્રીનાં દિવસે શિવ પૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થતુ હોવાથી તેને ધ્યાને લઇ મોટી સંખ્યામાં ભાવિકો શિવપુજન, ધ્વજાપુજન કરી શકે તે માટે વિશેષ વ્યાવસ્થા કરવામાં આવી છે. સોમનાથ આવતા ભાવિકો માટે પરીસર આસપાસ દશ જ્યોતિર્લિંગ દર્શન-પ્રદક્ષીણા, સેલ્ફી પોઇન્ટ્સ ઉભા કરાયા છે. શિવરાત્રીનાં દિવસે સવારે 11 થી 12 પરીસરમાં બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિતનાં કાર્યક્રમો વિશેષ આર્કષણનું કેન્દ્ર છે. પરિસરમાં એલઇડી સ્ક્રીન થકી દર્શન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 


દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા
મંદિરે દર્શનાર્થે આવતા દિવ્યાંગો, વૃદ્ધો માટે પાર્કિંગથી મંદિર સુધી વિનામુલ્યે રિક્ષાની વ્યવસ્થા તેમજ મંદિર પરીસરમાં ઇ-રિક્ષા, વ્હીલચેરની તથા મેડિકલ ટીમને રાખવાની વ્યાવસ્થા કરાઇ છે. જેના માટે મંદિરનાં મુખ્ય પ્રવેશ પાસે સ્વાગત કક્ષ ઉભો કરાયો છે. 


સોમનાથમાં ચુસ્ત બંદોબસ્ત 
સોમનાથ મંદીર ખાતે ઝેડપ્લસ સુરક્ષા વ્યવસ્થા હોય છે, ત્યારે હાલની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મંદિરની સુરક્ષામાં પણ ખાસ વધારો કરાયો છે. તો બીજી તરફ સુરક્ષાને લઇ ભાવિકોને કોઇ અગવડતા ન પડે તેવી સુચારૂ સુરક્ષા વ્યવસ્થા સુરક્ષા વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે.