સતાધાર: જીવરાજબાપુના અંતિમ દર્શને ઉમટ્યા ભક્તો, 3 વાગે અપાશે બાપુને સમાધિ
સત્તાધાર ધામના મહંત જીવરાજબાપુ 93 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થતા ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર જીવરાજબાપુ છેલ્લા કેટલાક સમયથી બિમારીનો સામનો કરી રહ્યા હતા
જુનાગઢ: સતાધાર ધામના મહંત જીવરાજબાપુ 93 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થતા ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર જીવરાજબાપુ છેલ્લા કેટલાક સમયથી બિમારીનો સામનો કરી રહ્યા હતા. જીવરાજ બાપુનું અવસાન થતા ગુજરાતના સૌથી મોટા આસ્થાના કેન્દ્ર સતાધારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે જીવરાજબાપુના પાર્થિવ દેહની પાલખી યાત્રા યોજાશે. બાપુના કાચની પેટીમાં અંતિમ દર્શનાર્થે રખાયા છે અને દૂરદૂરથી ભાક્તો ઉમટ્યા છે. આજે બપોરે 3 વાગ્યાની આસપાસ સતાધાર આપા ગીગાની જગ્યાના પરિસરમાં બાપુને સમાધિ અપાશે.
આ પણ વાંચો:- બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ માણતા 9 નબીરા સહિત 5 યુવતીઓ ઝડપાઇ
Love Is Blind: 34 વર્ષની મહિલાના પ્રેમમાં પાગલ 19 વર્ષનો યુવક, આપી જાનથી મારી નાખવાની ધમકી
જીવરાજબાપુની અંતિમ વિધિ માટે સમગ્ર સંત સમાજ દ્વારા નક્કી કરવામાં આવશે. જીવરાજબાપુનો જન્મ માધવપુર (ઘેડ)નાં સરમા ગામે થયો હતો. અને નાની ઉંમરે જ સતાધાર આવી ગયા હતા અને 1982માં સંત શામજી બાપુએ તેમના અનુયાયી તરીકે જીવનરાજ બાપુની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યના સૌથી મોટા તીર્થ સ્થળ સતાધારના મહંત જીવરાજબાપુના અવસાનથી રાજ્યમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ત્યારે આજે સંતો અને ભક્સતોની ઉપસ્થિતીમાં આશ્રમના પરિસરથી બાપુની પાલખી યાત્રા નીકળશે. આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સતાધાર આપા ગીગાની જગ્યાના પરિસરમાં બાપુને સમાધિ અપાશે.
જુઓ Live TV:-