જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: માં શક્તિની ઉપાસના અને ભક્તિના મહાપર્વ આસો નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. લાખ્ખો ભક્તોની આસ્થાના કેન્દ્ર પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે વહેલી સવારથી ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું. હૈયેથી હૈયું દળાય તેવી ભક્તોની ભીડ આજે જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ડરામણી આગાહી! આ તારીખોમાં પડશે વરસાદ, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે મેઘરાજા


આજ થી આશો સુદ નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે.આશો નવરાત્રી માં શક્તિપીઠ દર્શન નું વિશેષ મહત્વ રહેલું છે.દર આશો નવરાત્રી માં પંચમહાલ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે મા મહાકાળી ના દર્શનાર્થે લાખો ની સંખ્યા માં ભક્તો આવે છે.જે જોતાં મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારુ આયોજન કરાયું છે.મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે પીવાનું પાણી,સ્લોટ મુજબ દર્શન વ્યવસ્થા, નવરાત્રિ દરમિયાન નિજ મંદિર વહેલું ખુલ્લું મુકવા,સફાઈ કામગીરી સહિતનું આયોજન કરાયું. 


કેનેડામાં બેરોજગારીની ડરામણી તસવીરો! એક નોકરી માટે હજારોની ભીડ ભેગી થઈ


ભક્તો ના અભૂતપૂર્વ ઘસારા ને લઈ મંદીર અને યાત્રિકો ની સુરક્ષા ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં માં આવ્યો છે.પોલીસ દ્વારા ડીવાયએસપી, પીઆઇ, પી.એસ.આઈ જેવા અધિકારીઓ સહિત એક હજારથી વધુ પોલીસ જવાનો અને એસઆરપી ની ટુકડી બંદોબસ્તમાં તૈનાત કરવા માં આવ્યા છે.આજ ના દિવસે પણ પાવાગઢ ખાતે 1 લાખ થી વધુ ભક્તો એ માં મહાકાળી ના દર્શન કર્યા હતાં.નિજ મંદીર જવા ના પગથિયાં પર અભૂતપૂર્વ ભક્તો નો ઘસારો જોવા મળ્યો હતો.


9 દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? શરીરમાં નહીં આવે નબળાઈ!