ભાઇબજીના દિવસે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન માટે ઉમટ્યા ભક્તો
આજે ભાઈ બીજનો તહેવારને અનુલક્ષીને દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા. મથુરામાં ભાઈબીજનાં સ્નાન જેટલું મહત્વ દ્વારકાની ગોમતી નદીનું માનવામાં આવે છે
રાજુ રુપરેલિયા, દ્વારકા: આજે ભાઈ બીજનો તહેવારને અનુલક્ષીને દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા. મથુરામાં ભાઈબીજનાં સ્નાન જેટલું મહત્વ દ્વારકાની ગોમતી નદીનું માનવામાં આવે છે. ત્યારે દરિયામાં મોજા ઉછળતા હોવા છતાંયે ભાવિકો સ્નાન કર્યું હતું.
આ પણ વાંચો:- 700 વર્ષથી અહીં યોજાય છે અશ્વ દોડ, મોટી સંખ્યામાં ઉમટી જન મેદની
આજે નૂતન વર્ષનો બીજો દિવસ એટલે ભાઈ બીજ આજના દિવસે પવિત્ર નદીમા સ્નાન કરવાથી ભાઈની આયુષ્ય અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. ત્યારે આજના દિવસે ગોમતી સ્નાન કરવા ભાવિકો પોત્ત પોતાના ભાઈ બહેનો સાથે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી સાંજ સુધીમાં અનેક પ્રવાસીઓ ગોમતીમાં સ્નાન કરશે.
આ પણ વાંચો:- સુરતમાં સ્વામિનારાયણ પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવી ખુલ્લી
ગોમતીમાં સ્નાન કરી ભાવિકો દ્વારકાધીશ. નાદરસન કરવાનો આજનો મહિમા છે. ઉલ્લેખનિય છે કે આજે ગોમતી માં કરંટ હોવા છતાંયે ભાવિકો એ પરંપરા નિભાવવા સ્નાન કર્યું હતું. સાંજે પવિત્ર ગોમતી નદી માં મોટી સંખ્યા. મમહિલાઓ દિવડા તરતા મૂકી ભાઈ ના આયુષ્ય માટે પરરથના કરસે.અને મહા આરતી થશે.
જુઓ Live TV:-