કેતન જોશી/અમદાવાદ :અમદાવાદનું એરપોર્ટ સલામતી બાબતે ગંભીર નથી તેવો એક રિપોર્ટ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી કરવામાં આવ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટનો રનવે ચોમાસામાં લપસણો છે. અહી વિમાનનું લેન્ડિંગ સલામત રીતે થાય તેવી ગેરેન્ટી નથી, એમ રિપોર્ટમાં ટાંકીને કહેવામાં આવ્યું છે. આ કારણોસર જ અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલને ડીજીસીએ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જણાવ્યું છે કે, 15 દિવસમાં જ આ મુદ્દે ખુલાસો કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારનો મહત્વનો આદેશ, હવે સવર્ણ શબ્દ લખાય કે બોલાય નહિ


એવિયેશન ફિલ્ડની સંસ્થા ડીજીસીએએ ચેન્નાઈ અને અમદાવાદ એરપોર્ટને નિર્દેશકોના સુરક્ષા નિયમો મુજબ, કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં યોગ્ય ન લેવાના સંદર્ભે મંગળવારે કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. સૂત્રોના અનુસાર, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશને આ મહિનાની શરૂઆતમાં જ કેટલાક એરપોર્ટનુ નિરીક્ષણ કર્યું હતું. જેના બાદ આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. 


વિકાસના મોડલ ગુજરાતમાં કુપોષિત બાળકોનો આંકડો ચિંતાજનક, સરકારે કર્યો ખુલાસો


10 દિવસમાં સીંગતેલમાં વધેલો ભાવ ઘટ્યો, જુઓ કેટલા રૂપિયાનો થયો ઘટાડો


આ તપાસ દરમિયાન ટીમને એરપોર્ટના રનવે પર ગંભીર પ્રકારની બેદરકારી જણાઈ આ‌વી હતી. એજરીતે રનવેની બાજુમાં આવેલી એર સ્ટ્રીપની આજુબાજુમાં પણ નકામી વસ્તુઓ જેમાં કોંક્રીટ, ડામર, ખુલ્લા વાયરોના ઢગલા વગેરે મળી આવ્યું હતું. એજ રીતે રનવે માટે દર મહિને ફરજિયાત થતું રનવે ફ્રિક્શન ટેસ્ટ પણ રેગ્યુલર થયુ હોવાનું જણાયું નથી.


ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર જયપુરથી આવી રહેલી સ્પાઈસ જેટ વિમાન લેન્ડ કરતા સમયે રન-વે પરથી લપસી પડ્યું હતું. આ કારણે મુખ્ય રનવેને ત્રણ દિવસથી વધુ સમય માટે બંધ રાખવામાં આવ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :