રાજ્યમાં વેપારીઓએ પોતાની જવાબદારી સમજવી પડશે, નિયમોનું પાલન કરાવવું પડશે: શિવાનંદ ઝા
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનનો આ અંતિમ તબક્કો ખુબ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ત્યારે કોરોના સંક્રમણથી બચાવ માટે સાવચેતી જ એકમાત્ર સાચુ હથિયાર બની રહેશે. આ મહામારીની લડાઈ લાંબી છે. ત્યારે સંક્રમિત વિસ્તારોમાં વધુ સર્વેલન્સ હાથ ધરવા પોલીસકર્મીઓને ચોક્કસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ વડાએ આજે જણાવ્યું કે, વેપારીઓ પોતે પણ સચેત થાય અને પોતે માસ્ક પહેરે અને ગ્રાહકો પણમાસ્ક પહેરીને આવે તે જરૂરી છે. અનેક વેપારીઓ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રામ્ય વિસ્તારમાંબોરવેલ ફિટિંગ કરવા માટે જતા લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં હવે પોલીસ બોરવેલ કે સિંચાઇના પંપના કામ માટે જતા કોઇ પણ વ્યક્તિને અટકાવે નહી તેવા નિર્દે્શ અપાયા છે. તેમને કોઇ વિશેષ પાસની જરૂર નહી રહે અને માત્ર તેમના ડ્રાયવિંગ લાયસન્સના આધારે થશે.
અમદાવાદ : રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનનો આ અંતિમ તબક્કો ખુબ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ત્યારે કોરોના સંક્રમણથી બચાવ માટે સાવચેતી જ એકમાત્ર સાચુ હથિયાર બની રહેશે. આ મહામારીની લડાઈ લાંબી છે. ત્યારે સંક્રમિત વિસ્તારોમાં વધુ સર્વેલન્સ હાથ ધરવા પોલીસકર્મીઓને ચોક્કસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ વડાએ આજે જણાવ્યું કે, વેપારીઓ પોતે પણ સચેત થાય અને પોતે માસ્ક પહેરે અને ગ્રાહકો પણમાસ્ક પહેરીને આવે તે જરૂરી છે. અનેક વેપારીઓ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રામ્ય વિસ્તારમાંબોરવેલ ફિટિંગ કરવા માટે જતા લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં હવે પોલીસ બોરવેલ કે સિંચાઇના પંપના કામ માટે જતા કોઇ પણ વ્યક્તિને અટકાવે નહી તેવા નિર્દે્શ અપાયા છે. તેમને કોઇ વિશેષ પાસની જરૂર નહી રહે અને માત્ર તેમના ડ્રાયવિંગ લાયસન્સના આધારે થશે.
ગર્વની લેવાની વાત, ગુજરાતના આ 3 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો બેસતા હોવાનું સામે આવ્યું છે. તેવામાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. તેમ છતા પણ નાગરિકોનાં ધ્યાને આવી કોઇ બેઠક હોય તો તુરંત જ પોલીસને જાણ કરે અને પોતાની સામાજિક ફરજ નિભાવે. ભરૂચ જિલ્લામાંથી લોકડાઉન પહેલા 17-03-2020 ના રોજ તબ્લિકી જમાતના અનેક લોકો દહેજથી ભાવનગર ગયા હતા. આ લોકો પૈકી કેટલાક પાછા બસ દ્વારા ભરૂચનાં પારખેદ ગામે પરત ફર્યા હતા. આ માહિતી મળતા તેમની વિરુદ્ધ લોકડાઉન ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ઉપરાંત 7 અન્ય લોકો ભાવનગરથી ભરૂચના વાતરસા ગામે પરત આવ્યા હોવાની માહિતી મળતા તેમની વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે.
રાજકોટ : એક જ પરિવારના પુત્ર-પિતા-દાદી કોરોના પોઝિટિવ, કુલ 56 કેસ નોંધાયા
આટલી વિષમ વાતાવરણ છતા પોલીસ જવાનો પોતાની જવાબદારી ખુબ જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઇને ફરી ફરજ પર હાજર પણ થઇ ગયા છે. પોલીસના આ ઉચ્ચ મનોબળને હું બિરદાવુ છું. આ ઉપરાંત 7694 વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ 127822 વાહનો મુક્ત કરવામાં આવ્યા છે. સોસાયટીનાં સીસીટીવી પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે અને તેના આધારે કુલ 23 ગુના દાખલ થયા છે. જે પૈકી 21 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આવા 334 ગુનાઓમાં 558 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.
રૂપાણી સરકારે લોકડાઉનમાં ખેડૂતોને આપી મોટી છૂટ
લોકડાઉન ચાલુ છે તેવામાં પોલીસ દ્વારા ડ્રોન, સીસીટીવી અને અન્ય અનેક માધ્યમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગઇ કાલે ડ્રોનના ફુટેજના મદદથી 296 ગુના દાખલ થયા છે અને અત્યાર સુધીમાં કુલ 9489 ગુના દાખલ થયા છે અને 18661 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. સીસીટીવી ફુટેજનાં આધારે કાલે 74 ગુના દાખલ કરીને 95 લોકોની ધરપકડ કરાઇ છે. અત્યાર સુધીમાં 1834 ગુનામાં રાજ્યમાં 2808 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે અફવા ફેલાવવાનાં 21 ગુના દાખલ થયા છે. અત્યાર સુધીમાં કુલ 525 ગુનામાં કુલ 1075 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા કુલ 13 એકાઉન્ટ પણ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલા છે.
દુનિયાના મોટા શહેરો કરતા અમદાવાદમાં વધુ ટેસ્ટિંગ કર્યાંનો AMCના કમિશનરનો દાવો
છેલ્લા 24 કલાકમાં થયેલા ગુનાની વિગતો
જાહેરનામા ભંગના ગુનાઓની સંખ્યા 2174
ક્વોરન્ટાઇન કરેલા વ્યક્તિ કાયદા ભંગની સંખ્યા 1148
અન્ય ગુનાઓ 564
ગઇકાલના કુલ ગુના 3888
આજ દિન સુધીના કુલ ગુના 103061
આરોપી અટક કરેલાની સંખ્યા 4868
જપ્ત થયેલા વાહનો 8267
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube