આશ્કા જાની/અમદાવાદ : આજે અમદાવાદ મેટ્રો કોર્ટે રાજ્યના ડીજીપી (DGP) શિવાનંદ ઝા અને એસપીજી આઈજી રાજીવ રંજન ભગત ને રાહત આપી છે. આ બંને સામે તપાસની માંગણી કરતી અરજી મેટ્રો કોર્ટમાં થઈ હતી. જે આજે કોર્ટે ફગાવી દીધી છે.  અરજદાર હરીશ મહેતાએ મેટ્રો કોર્ટેમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં જેમાં તેમણે સીઆરપીસી કલમ ૨૦૨ હેઠળ તપાસ કરવાની માંગણી કરી હતી. જે કે કોર્ટે અરજદારની આ અરજી ફગાવી દીધી છે. વર્ષ ૨૦૧૫માં ૨૫ ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસ દ્વારા કથિત રીતે દમન ગુજારવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ 2020: મોરબીના સિરામિક અને ઘડીયાળ ઉદ્યોગને બજેટમાં આ છે આશા-અપેક્ષાઓ


આ ઉપરાંત કથિત રીતે બીજા દિવસે એટલે કે ૨૬ ઓગસ્ટે ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસ દ્વારા સોસાયટીના રહિશો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યું હતું. જે રીતે પોલીસ દ્વારા બિભત્સ વર્તન કરવામાં આવ્યું હતું તેની પણ ખુબ જ ટીકા થઇ હતી. તે સમયના તત્કાલીન અમદાવાદ પોલીસ કમિશ્નર શિવાનંદ ઝા અને સેક્ટર ૧ જેસીપી રાજીવ રંજન ભગત સામે કાયદાની જોગવાઈ હેઠળ તપાસ માટે દાદ માંગવામાં આવી હતી. આક્ષેપ હતો કે જાણી જોઈ અને ષડ્યંત્ર હેઠળ જી.એમ.ડી.સી મૈદાનમાં લાઠી ચાર્જ કરવામાં આવ્યો.જેની તપાસ થવી જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube