હિતલ પારેખ, ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે લેટેસ્ટ પરિસ્થિતિ વિશે પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે   અને તેમના સંપર્કમાં આવવાથી તેમનાથી 3 ગણા લોકો કોરોનાનો ભોગ બન્યા છે.  નિઝામુદ્દીનથી આવેલા 127 લોકોની ઓળખ કરાઈ છે. નિઝામુદ્દીન મરકજમાં ગયેલા 11 લોકો પોઝિટિવ હતા. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ પણ કેટલાક લોકો હકીકત છુપાવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં બીજા મરકઝમાંથી આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવાનંદ ઝાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું છે કે અમદાવાદમાં અમુક વિસ્તારો બંધ કરાયા છે. અમુક જગ્યાએ થર્મલ સ્ક્રિનિંગ શરૂ કરાયુ છે. રાજ્યમાં પૂરતો પોલીસ બંદોબસ્ત અપાયો છે. પોલીસની કાર્યવાહી વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે કુલ 6,151 લોકોની ધરપકડ કરાઈ છે. આ સિવાય CCTVના ફૂટેજ આધારે લોકોની અટકાયત કરાઈ છે અને અત્યાર સુધીમાં 700 થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે.


આજે ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને ટુકમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં કુલ 9 કેસ નવા સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 175 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાવનગર અને વડોદરાનાં 1-1 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જ્યારે પાટણમાં એક 47 વર્ષીય વ્યક્તિ અને 52 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 175 કુલ કેસ પૈકી 4 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 126 લોકો સ્ટેબલ છે. 25 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube