lockdown છે ત્યાં સુધી રહેશે પોલીસની બાજનજર : પોલીસવડા શિવાનંદ ઝા
ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે lockdown માંથી મુક્તિ આપવામાં આવી છે એ સિવાયના લોકો lockdown પાલન કરે તે જરૂરી છે.
હિતલ પારેખ, ગાંધીનગર : આજે સવારે 6 કલાકથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે ત્યારે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં આ કર્ફ્યૂ મામલે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે આ શહેરોમાંથી સવારે 6 કલાકે કર્ફ્યૂ તો હટાવી દેવામાં આવ્યો છે પણ આમ છતાં જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા શહેરોમાં ડ્રોન તેમજ સીસીટીવી સહિતના સાધનો થી નજર રાખવામાં આવશે.
પોલીસવડા શિવાનંદ ઝાની પ્રેસ કોન્ફરન્સની હાઇલાઇટ્સ
આજે 6:00 રાજ્યના ત્રણેય સ્થળે થી કરફ્યુ હટાવી લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં 198 ગુના તેમજ રાજકોટમાં 129 ગુના દાખલ થયા
રાજ્યમાં કરફ્યુ ભંગના ગુના 482 દાખલ થયા અને 544 લોકોની ધરપકડ કરવામાં આવી.
ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે lockdown માંથી મુક્તિ આપવામાં આવી છે એ સિવાયના લોકો lockdown પાલન કરે તે જરૂરી છે.
કચ્છમાં ટ્યુશન ક્લાસીસ સામે ગુનો દાખલ થયો કારણ કે લોકડાઉનમાં પણ ટ્યુશન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા.
પોલીસ સહિત સરકારી કર્મચારીઓ ઉપર થતાં હુમલાઓમાં પાસા સહિતના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
પોલીસ અને મેડિકલ સ્ટાફ સામે વધુ ત્રણ હુમલામાં કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબીના ટંકારા માં મેડિકલ ઓફિસર હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સામેલ આરોપી સામે પાસાની કાર્યવાહી કરી વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરના પાટડી ખાતે પણ હુમલા નો બનાવ બન્યો હતો તેમાં શામેલ બે આરોપીઓને પાસા હેઠળ ધરપકડ કરી સુરત મોકલી આપ્યા છે.
બનાસકાંઠામાં ગઇકાલે પોલીસ પર હુમલોનો બનાવ બન્યો હતો. આ ગુનામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જામનગર મોકલાયા છે.
lockdown દરમિયાન કુલ ૨૬ આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગરમાં ગઈકાલે આપવા અફવા સંદર્ભે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવતા 28 એકાઉન્ટ બંધ કરાયા.
lockdown ના સમયગાળા દરમિયાન કોઈપણ ધાર્મિક સ્થળ ઉપર જવાની જરૂર નથી કે મસ્જિદમાં જવાની જરૂર નથી. બંદગી ઘરે બેસીને પણ કરી શકાય છે.
કોઈ પણ કાયદો હાથમાં લેશે તો કાર્યવાહી કરવામાં આવશે.
ગઇકાલ (તા.23/04/2020) થી આજ સુધીના ગુનાઓની વિગત
જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 2361
કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ દ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) : 807
અન્ય ગુનાઓ : 464
(રાયોટીંગ/Disaster Management Actના)
આરોપી અટકની સંખ્યા : 4547
જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 3261
ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 321
CCTVની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 77
અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 16
અમદાવાદમાં આજ સુધીમાં કર્ફ્યુ ભંગના 198-ગુના, 223-લોકોની ધરપકડ
સુરતમાં આજ સુધી કર્ફ્યુ ભંગના 155-ગુના, 178-લોકોની ધરપકડ
રાજકોટમાં આજ સુધીના કર્ફ્યુ ભંગના 129-ગુના, 143-લોકોની ધરપકડ
હાલ સુધીમાં 1,03,936 વાહન મુક્ત કરવામાં આવેલ છે.
સોસાયટીના CCTV આધારે આજ સુધીમાં 224 ગુનાઓ દાખલ કરી 384 લોકોની અટકાયત કરવામાં આવેલ છે.
ANPR આધારે આજ સુધીમાં 430 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube