રાજ્યમાં આંશિક છુટછાટ અપાઇ ત્યાં પોલીસનું માનવીય વલણ, પણ કર્ફ્યુંનું કડક પાલન કરાશે
રાજ્યનાં પોલીસ વડા દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે લોકડાઉનમાં આંશિક છુટછાટ આપવામાં આવી છે. જો કે જ્યાં છુટછાટ નથી તે વિસ્તારોમાં કડકમાં કડક લોકડાઉન જળવાઇ રહે તે જવાબદારી પોલીસ અધિકારીઓની રહેશે. જે વિસ્તારોમાં છુટછાટ છે તે લોકોને રોકવામાં આવશે નહી.
અમદાવાદ : રાજ્યનાં પોલીસ વડા દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે લોકડાઉનમાં આંશિક છુટછાટ આપવામાં આવી છે. જો કે જ્યાં છુટછાટ નથી તે વિસ્તારોમાં કડકમાં કડક લોકડાઉન જળવાઇ રહે તે જવાબદારી પોલીસ અધિકારીઓની રહેશે. જે વિસ્તારોમાં છુટછાટ છે તે લોકોને રોકવામાં આવશે નહી.
રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં આજથી 4000 હજાર જેટલા ઉદ્યોગો શરૂ થયાઃ અશ્વિની કુમાર
જ્યાં આંશિક છુટછાટ મળી છે તેવા તમામ સ્થળે પર લોકોએ માસ્કનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે ખુબ જ જરૂરી છે. કર્ફ્યુંગ્રસ્ત વિસ્તારોમાં પણ કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારોમાં કર્ફ્યું ચાલુ છે ત્યાં સુધી કોઇ છુટછાટ આપવામાં આવશે નહી. જેટલા કલાકો મુક્તિ આપવામાં આવી છે તે દરમિયાન પણ વિસ્તારની બહાર ન જાય તે જવાબદારી પોલીસની છે. પોલીસ કડક હાથે કામ કરે.
વડોદરામાં કોરોના વાયરસને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો, અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ
આજે કર્ફ્યું ભંગનાં 125 કેસ દાખલ થયા તેમાં 142 લોકોની ધરપકડ કરવામાં આવી છે.સુરતમાં 95 કર્ફ્યું ભંગના ગુનામાં 104 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાહેર સ્થળો પર હજી પણ માસ્ક ફરજીયાત છે. પોલીસની તકેદારી રાખવાની છે તેઓને પીપીઇ કિટ આપવામાં આવી છે. પોલીસ જવાનો અને અધિકારીઓ કપરા સંજોગોમાં પણ થાક્ય વગર ડ્યુટી કરી રહ્યા છે તે બદલ હું તમામને બિરદાવું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube