જાવેદ સૈયદ/અમદાવાદ: રાજ્યમાં દારૂ અને જુગારના કિસ્સાઓમાં વધારો થતા રાજ્યના ડીજીપી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ ડીજીપીએ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ અને સુરતના સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ ને કરાયા સસ્પેન્ડ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત તા 16/12/2018ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના ગાયકવાડી હવેલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાયખડ વિસ્તારમાં ચાલી રહેલ એક જુગારધામ ઉપર રેડ કરવામાં આવેલી અને તેમાં કુલ 7 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો અને 45 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી.


વધુમાં વાંચો...જસદણનો જંગ: કોંગી ધારાસભ્ય પર 25 હજારની લાલચ આપી ભાજપના કાર્યકર્તાને ખરીદવાનો પ્રયાસ


પોતાના વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ નિવડેલ હોવાથી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.જી.રાઠોડને આજ રોજ ડી.જી.પી દ્વારા તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવામાં આવેલ છે. તેવી જ રીતે તા. 15/12/2018ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહીબીશનની રેઇડ કરવામાં આવી હતી.


સુરતમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સચિન પોલીસ્ટેશન વિસાતરમાં મોટી રેડ કરીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તેમાં કુલ 16.5 લાખથી પણ વધુનો દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં સચીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ગોહીલને આજ રોજ ડી.જી.પી દ્વારા તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવામાં આવેલ છે.