વિકાસ સહાય બન્યા ગુજરાતના નવા DGP, ઈન્ચાર્જમાંથી સોંપાયો કાયમી ચાર્જ!
ગુજરાતના પોલીસ વિભાગમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાય કાયમી DGP બન્યા છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આશિષ ભાટિયા નિવૃત થતાં તેમના સ્થાને વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાત રાજ્યને મળ્યા નવા ડીજીપી. વિકાસ સહાયને બનાવવામાં આવ્યાં રાજ્યના નવા ડીજીપી. ઈન્ચાર્જ ડીજીપી તરીકે ફરજ બજાવતા વિકાસ સહાયને રાજ્યના કાયમી ડીજીપી તરીકે નિમણૂંક કરાયાં. જેથી હવે રાજ્યના ડીજીપી ને મળતો પે સ્કેલ હવે ડીજીપી વિકાસ સહાયને ચૂકવવામાં આવશે. ઘણાં બધા નામો આ રેસમાં હતા આખરે લાંબા અંતરાલ બાદ વિકાસ સહાયના નામ પર લાગી અંતિમ મહોર લાગી.
ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયને જ પૂર્ણકાલીન ડીજીપી બનાવવામાં આવ્યા છે. આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાય કાયમી DGP બન્યા છે. વિકાસ સહાયની કાયમી રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી. 1989ની બેચના IPS અધિકારી છે વિકાસ સહાય. ઉલ્લેખનીય છેકે, આ અગાઉ રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયની નિમણૂંક ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
ગત 31મી જાન્યુઆરીએ આશિષ ભાટિયા નિવૃત થતાં તેમના સ્થાને વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. UPSCની મળેલી બેઠકમાં વિકાસ સહાયના નામ પર મહોર મારવામાં આવી હતી.
કોણ છે વિકાસ સહાય?
- વિકાસ સહાય 1989 બેન્ચના છે IPS.
- 1999માં આણંદ SP હતા.
- 2001 થી 2005 સુધી અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં DCP તરીકે ફરજ બજાવી.
- એડિશનલ CP તરીકે સુરત શહેરમાં ફરજ બજાવી.
- 2009 અને 2010માં CIDમાં આઈજી તરીકે ફરજ બજાવી.
- સરકારના રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોજેકટ કામ કર્યું છે.
- કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા હતા.
- હાલ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત
31 જાન્યુઆરીના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ પદ પર કયા અધિકારીને મુકવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચાઓ ચાલી હતી. આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયનું ચાલી રહ્યું હતું. જે બાદ UPSCની મળેલી બેઠકમાં વિકાસ સહાયના નામ પર મહોર મારવામાં આવી હતી. વિકાસ સહાયને રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા હતા.