ઝી ન્યૂઝ/બોટાદ: અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ વીથ મર્ડર કેસમાં કિશન ભરવાડની હત્યા મામલે રાજ્યભરમાં પડઘા પડી રહ્યા છે. ત્યારે આ મુદ્દે હવે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા મામલે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ જણાવ્યું છે કે કિશન ભરવાડની જે હત્યા કરવામાં આવી તેને સખ્ત શબ્દોમાં વખોડું છું. હત્યાના તાર પાકિસ્તાન સુધી નીકળ્યા છે તે ખુબજ દુઃખદ બાબત છે. હિંદુસ્તાનમાં રહેતા હિંદુ મુસ્લિમની એકતા તોડવા માટે પાકિસ્તાન પહેલેથી જ પ્રયત્ન કરી રહ્યું છે. ધર્મ ગુરુ તરીકે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરી તાત્કાલિક નવો કાયદો બનાવી આવા લોકોને કડકમાં કડક સજા મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીને એસપી સ્વામીએ અભિનંદન આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિશન ભરવાડના આરોપીઓ સામે UAPA એક્ટ લગાવાશે
ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કેસનુ કનેક્શન પાકિસ્તાની સંગઠન સાથે ખૂલ્યુ છે. બે કટ્ટરવાદી સંગઠન આ હત્યા કેસમાં સામેલ હોવાનું સામે આવતાં હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકા (dhandhuka) માં કિશન ભરવાડની હત્યા મામલે જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયૂબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હત્યા કેસમાં ઝડપાયેલા આરોપી સામે UAPA એક્ટ લગાવવામાં આવશે. આખરે શુ આ UAPA એક્ટ તે જાણીએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube