અમદાવાદ: માણસોને સાચા ઇશ્વર અને વિજ્ઞાન કરતાં કહેવાતા બાબાઓ અને ભૂવાઓમાં લોકોને વધુ શ્રદ્ધા જોવા મળે છે. જેના કારણે ગરીબ અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને આવા બાબાઓ કે ભૂવાઓ લાભ ઉઠાવે છે. રૂપાલની જોગણી અને ઢબુડી માતાના નામે ધનજી ઓડ ગુજરાતના ગામે ગામ પોતાની ગાદી સ્થાપિત કરી રહ્યા છે. ધનજીનો દાવો છે કે તે કોઈની પાસે પૈસાની માગણી કરતો નથી. જો કે ધનજીને દેવી અતવાર ગણીને આવનાર લાખો લોકોને રહેવા અને જમાડવાનો એક વ્યવસ્થીત ધંધો ચાલી રહ્યો છે. વ્યવસ્થા સંભાળનાર પણ ધુતારા ધનજીના નજીકના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્મના ધતિંગ કરતો ધનજી અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. ક્યારેક ઢબુડી માતાજીના નામે તો ક્યારેક ખુદ માતાજી બનીને ધતિંગ કરતા ધનજીને ખુલ્લો પાડવા વિજ્ઞાન જાથાએ કમર કસી છે. એનું પરિણામ એ છે કે, લોકોને પરચો બતાડતો ધનજી વિજ્ઞાન જાથાનું નામ પડતા પોતાની ગાદીનો કાર્યક્રમ પડતો મુકે છે.


અમદાવાદ: MD ડ્રગ્સ લેવા અને મોજશોખ પૂરા માટે ચેન સ્નેચ કરતા આરોપીની ધરપકડ


મૂળ ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામના વતની ધનજીનો દાવો છે કે તેની ઉપર જોગણી માતાની કૃપા થઈ છે અને તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. લોકોની બીમારી, નોકરી, લગ્ન જેવા નહીં ઉકેલાતા પ્રશ્નો ઉકેલી આપે છે. ઘનજી ઓડે પોતાનું નામ ઢબુડી માતા રાખ્યું છે. ઢબુડી માતા રાજ્યના વિવિધ શહેરોમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી ત્યાં પહોંચી જાય છે અને માતાના પરચાઓની કહાની લોકોને કહે છે ત્યાર બાદ માતા નક્કી કરેલા સમયે ત્યાં પહોંચે છે. જ્યાં ઘનજી માથા ઉપર ચુંદડી ઓઢી ધૂંણવા લાગે છે. ઢબુડી માતા બની ધૂણતો ઘનજી પોતાની પાસે આવેલા લોકોના પ્રશ્નનો ઉત્તર આપે છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 28 અને 29મી ઓગષ્ટે આવશે ગુજરાતના પ્રવાસે


ઢબુડી માતાના નામે ચરી ખાતા ધુતારા ધનજીના ભકતોનો દાવો છે કે કેન્સર જેવી ગંભીર બીમારી પણ દવા વગર મટાડી આપે છે. ભકતોનો દાવો છે કે માતા કોઈની પાસ પૈસાની માગણી કરતાં નથી પણ ત્યાં આાવના લોકો માતા સામે સ્વેચ્છાએ પૈસા મુકે છે. જો કે ધનજીની આ ચાલ છે. જેથી કરીને સામેથી પૈસા મુકતા ભક્તોની રકમનો આંકડો પણ લાખોમાં પહોંચી જાય છે. ઢબુડી માતાના કાર્યક્રમ સ્થળે તેમના જ લોકો નારીયળ, ચુંદડી સહિત ખાણી પીણીના સ્ટોલ ઉભા કરે છે. તેમાંથી પણ ધનજી કમાણી કરે છે. આસ્થાના નામે ચરી ખાતો ધનજી લોકોની ધાર્મિક લાગણીઓનો દુરુપયોગ કરી રહ્યો છે. લોકોની આસ્થાને ધંધો બનાવી નાખ્યો છે આ ધનજીએ.


અમદાવાદ: શહેરમાં મચ્છજન્ય રોગનો ફાટ્યો રાફડો, આરોગ્ય વિભાગ થયું દોડતુ


કેન્સર મટાડી દેવાના દાવા કરતો ધનજી તેના શરીર પર એટલું સોનું પહેરું છે કે, જોઈને કોઈને પણ થાય કે જો તે સાક્ષાત દૈવી શક્તિ છે તો આટલું સોનું તેને શું કરવું છે. બધી આંગળીઓ પર સોનાની વીંટીઓ, હાથમાં સોનાનો અછોડો અને રૂપિયામાં રમતો ધનજી જનતાની આસ્થા સાથે ખેલી રહ્યો છે.  


જુઓ LIVE TV :