Dharampur Gujarat Chutani Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ ના ઉમેદવારો ની જીત


  • ભાજપ એ ફરી ભગવો લેહરાવવ્યો

  • વલસાડ ભરત પટેલ 1 લાખ 2 હજાર મતે જીત્યા

  • પારડી કનુભાઇ દેસાઇ 98 હાજર વધુ મતો થી જીત્યા

  • ધરમપુર અરવિંદ પટેલ 35 હજાર વધુ મતો થી જીત્યા

  • કપરાડા જીતુભાઈ ચૌધરી 32 હજાર વધુ મતો થી જીત્યા

  • ઉમરગામ રમણ પાટકર વિજય 55 હજાર થી વધુ મતો થી જીત્યા


જીલ્લો - વલસાડ 
બેઠક-    ધરમપુર
પક્ષ-      ભાજપ
ઉમેદવાર- અરવિંદ પટેલ
રાઉન્ડ -   10
મતથી આગળ- 26000


ધરમપુર વિધાનસભા બેઠક-
વલસાડ જિલ્લામાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી ધરમપુર વિધાનસભા બેઠક ઉપર પાછલી ટર્મમાં ભજપે સત્તા મેળવી હતી. સંપૂર્ણ આદિવાસી સમાજના મતદારો અહીં વસવાટ કરે છે. વર્ષોથી અહી કોંગ્રેસની પકડ રહી છે. ધરમપુર રાજવી સમયનું રજવાડું ધરાવતી બેઠક છે. અહી આજે પણ રજવાડાના સમયના અવશેષ સમા અનેક મકાનો અને મંદિરો આવેલાં છે.  જ્યારે, અહીં એકધારું કોંગ્રેસનું શાસન હતું. જેમાં ગત ટર્મમાં ભાજપે કબજો કર્યો હતો. ધરમપુરના ચાસ માંડવા અને પૈખેડ ખાતે રીવર લિંક પ્રોજેક્ટમાં સૂચિત ડેમ બનાનાર હોઇ આદિવાસી સમાજના વિવિધ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે. લોકોનો વિરોધ એ મુદ્દે છે કે ડેમ બનશે તો 4000 લોકોને વિસ્થાપિત થવાનો વારો આવશે. આ ડેમનો મુદ્દો આ વખતે કોંગ્રેસ માટે મહત્વનો બન્યો છે. વળી લોકોની માંગ પ્રાથમિક સુવિધાઓ, પાણી અને રસ્તાઓની કાયમની રહી છે. વરસાદની બાબતમાં ચેરાપુંજી જેવો વિસ્તાર ગણાતો હોવા છતાં ઉનાળામાં પીવાના પાણીની તંગી અહી વર્તાય છે.


2022ની ચૂંટણી-
ધરમપુર બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ચાર પાખીયો જંગ ખેલાઈ રહ્યો છે. જેમાં ભાજપે ઉમેદવાર તરીકે અરવિંદ પટેલને ટિકિટ આપી રિપીટ કર્યા છે. તો ધરમપુર બેઠક ઉપર કૉંગ્રેસના ઉમેદવાર કિશન પટેલ છે. જે 10 વર્ષ સાંસદ રહી ચૂક્યા છે. તો આમ આદમી પાર્ટીમાંથી કમલેશ પટેલને ટિકિટ અપાઈ છે. જ્યારે, આદિવાસી સમાજના આદેશથી સૂચિત ડેમ હટાવો સમિતિના આગેવાન કલ્પેશ પટેલે ધરમપુર બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.


2017ની ચૂંટણી-
ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલને 94,944 મત મળ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર પટેલને 72,698 મત મળ્યા હતા. અને ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલનો 22,246 મતથી વિજય થયો હતો.


2012ની ચૂંટણી-
2012માં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર પટેલ જેમને રિપીટ કરવામાં આવ્યા હતા. તેમને 82,319 મત મળ્યા હતા. જ્યારે, ભાજપના ઉમેદવારને સુમિત્રા ચૌધરીને 67,021 મત મળ્યા હતા. 2012ની ચૂંટણીમાં ઈશ્વર પટેલનો 15,298 મતથી વિજય થયો હતો.