ઉના : વાજડીના ત્રણ સુમો થોડા સમય અગાઉ ચર્ચામાં આવ્યા હતા. તેમના મેદસ્વી શરીર, તેમની સારવાર માટે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતે રસ લઇને આ બાળકોની સારવાર કરાવી હતી. હવે અમરેલી જિલ્લાના ધારીના ખીચા ગામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ખીચ્ચાનાં એક પરિવારનો 13 વર્ષીય દીકરા સાગરનુ વજન 140 કિલોગ્રામ છે. તે દિવસમાં 7 રોટલાથી પણ વધારે આરોગી જાય છે. તેને સામાન્ય દિનચર્યામાં પણ મુશ્કેલી પડે તેટલી હદે શરીર વધી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારીના ખીચા ગામમાં છેલ્લા 25 વર્ષથી એક પરિવાર વસવાટ કરે છે. કાળુભાઇને દીકરાનો જન્મ થયો હતો. પુત્રના જન્મથી પરિવારમાં વ્હાલસોયા દિકરાનું નામ સાગર રાખ્યું હતું. આર્થિક રીતે નબળા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. જો કે નાનપણથી જ સાગરના ભોજન અંગેની પદ્ધતીએ વાલીની મુશ્કેલી વધારી દીધી હતી. જેના કારણે સાગર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેની ઉમરની સાથે તેનું વજન અતિશય વધવા લાગ્યું અને 13 વર્ષની ઉંમરમાં તેનું વજન 140 કિલોએ પહોંચી જતા પરિવાર પણ આશ્ચર્યમાં મુકાયું છે. 


ઉમરની સાથે વજન વધતા સાગર અને તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ચુક્યો છે. વજન વધવાના કારણે સાગર ચાલી પણ શકતો નથી. આ ઉપરાંત પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પરિવાર પર આફત આવી પડી છે. મજુરીકામ કરતા પરિવારે સરકાર તરફ મીટ માંડી છે. સરકાર કંઇક મદદ કરે તેમ ઇચ્છી રહ્યા છે. હાલ તો સાગરનો પરિવાર સરકાર તરફથી સહયોગ મળે તેવી માંગ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube