ચેતન પટેલ/સુરત : છેલ્લા એક અઠવાડિયાથી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે સુરતમાં અવાજો ઉઠ્યા છે. તેને જેલમુક્ત કરાવવા માટે પાટીદાર નેતાઓ દ્વારા ઉપવાસ આંદોલન કરાયા છે. ત્યારે અલ્પેશ કથીરિયાને જામીન મળે તે હેતુથી પાસ કન્વીનર ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડીયાના આમરણાંત ઉપવાસ પર હતા, જેમણે ગઈકાલે પોલીસ ઉપવાસ છાવણીમાંથી ઉંચકીને લઈ ગઈ હતી. ક્રાઇમબ્રાન્ચની ટીમ મોડી રાત્રે ઉપવાસ છાવણીએ પહોચી હતી અને પાસ કન્વીનર ધાર્મિક માલવીયાને જબરજસ્તી સિવિલ સારવાર માટે લઈ જવાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં પાસના કન્વીનર ધાર્મિક માલવિયા અને નિકુંજ દ્વારા છેલ્લા એક સપ્તાહથી અલ્પેશ કથિરિયાની જેલ મુક્તીની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલની ટીમ બંનેના મેડિકલ પરીક્ષણ માટે પહોંચી હતી. જ્યા બંનેની હાલત ખુબ જ નાજૂક જણાઈ હતી. ગતસાંજે કલેકટર ધવલ પટેલ પણ બંનેને મનાવવા માટે પહોંચ્યા હતા. જો કે બંનેએ ઉપવાસ શરૂ રાખશે તેવુ જણાવ્યુ હતુ. 


ત્યારે મોડી રાત્રે બે વાગ્યાના અરસ્મા ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઉપવાસ છાવણીથી જબરજસ્તી ઉંચકી લીધા હતા. પોલીસના આ કાર્યથી પાટીદારોમા ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. બંનેને એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામા આવ્યા હતા. જોકે ત્યા બંનેએ સારવાર લેવાની ના પાડી દીધી હતી. તેઓની ફકત એ ક જ માંગ છે કે, અલ્પેશને વહેલી તકે છોડવામા આવે, અને જો સારવાર આપવી હોય તો તેઓ હોસ્પિટલમા લેશે નહિ, તેઓની ઉપવાસ છાવણીએ જ સારવાર લેશે. આમ કહી બંને ફરીથી ઉપવાસ છાવણીમા જોડાઈ ગયા હતા.