અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર પ્રહારો કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, મારે કોંગ્રેસ પક્ષના પ્રમુખને એટલુ જ કહેવું છે, કે પક્ષ વિરોધી કાર્ય કરનારા લોકો સામે પગલા લેવા જોઇએ. કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર વિખવાદ હોવાના કારણે ગરીબોને સાથે રાખીને ચાલનારા અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓનું કદ ઘટાડવાની કામગીરી કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પક્ષમાં કોઇ પણ તકલીફ નથી પરંતુ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અલ્પેશ ઠાકોર જેવા કદ્દાવર નેતાનું કદ ઘટાડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આંતરિક વિખવાદને કારણે કોઇ પણ એક્શન લીધા નથી. કોંગ્રેસ પક્ષની આ પ્રકાની હરકત પરથી કોંગ્રેસના જ 7-8 જેટલા ધારાસભ્યો હજી અમારી સાથે છે જે પક્ષના અગ્રણીઓથી નારાજ છે. અને તે લોકો આગામી સમયમાં બહાર આવશે.


દૂષિત પાણીના કારણે વડોદરામાં પાણીજન્ય રોગનો રાફડો ફાટ્યો, 7 દિવસમાં 723 દર્દીઓ દાખલ


કોંગ્રેસના ક્યાં અગ્રણીઓ દ્વારા આ પ્રકારની કામગીરી કરનાર નેતાઓનો નામ સાથે ખુલાસો કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ એક્શનમાં આવીને કોંગ્રેસે નોટીસો આપનાર અને પક્ષ વિરોધી કાર્ય કરનાર વિરૂદ્ધ પગલાં લેવા જોઇએ. કોંગ્રેસ પત્રના ત્રણ મોભીઓને અનેક વાર રજૂઆત કરવા છતા કોઇ પગલા લેવામાં આવતા નથી.



અમે કોંગ્રેસમાં જ છીએ પરંતુ કોંગ્રેસવાળા ધક્કો મારી રહ્યા છે. કોંગ્રેસમાં એવી જ વાત છે કે અલ્પેશનું કદ કેવી રીતે નાનું કરવું. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની કોઈ વાત જ નથી. હું આવી અટકળોને વખોડું છું. સમાજની વાત હોય ત્યારે અમે અલ્પેશ સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા રહ્યા છીએ. જો પાર્ટી અલ્પેશ સામે કોઈ પગલાં લેશે તો હું મારા સમાજ અને મને ધારાસભ્ય તરીકે ચૂંટનારા મતદારોને પૂછીને મારો નિર્ણય જાહેર કરીશ. સમાજની કોઈ વાત હોય તો અમે અલ્પેશ સાથે છીએ.