વિશ્વઉમિયાધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું; મા ઉમિયાના ધામમાં દિવ્યતાની અનુભૂતિ થઈ, પાટીદારો વિશે કરી મોટી વાત
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વ ઉમિયાધામની મુલાકાતે પહોંચ્યા છે અને તેમણે માં અંબાના દર્શન બાદ બાબા માં ઉમિયાના દર્શન કર્યા. વિશ્વના સૌથી ઊંચા જગત જનની માં ઉમિયાના મંદિરની શિલાનું પૂજન પણ કર્યું.
ઝી બ્યુરો/અમદાવાદ: બાબા બાગેશ્વર હાલ ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ સુરતથી અમદાવાદ એરપોર્ટ પરથી મા અંબાના દર્શને પહોંચ્યા હતા. ત્યાંથી હેલિકોપ્ટરમાં અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ ખાતે આવી પહોંચ્યા છે. અહીં મા ઉમિયાની પૂજા-આરતી કરી હતી. બાબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઊમટ્યા છે. અહીં મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન પણ કર્યું હતું.
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વ ઉમિયાધામની મુલાકાતે પહોંચ્યા છે અને તેમણે માં અંબાના દર્શન બાદ બાબા માં ઉમિયાના દર્શન કર્યા. વિશ્વના સૌથી ઊંચા જગત જનની માં ઉમિયાના મંદિરની શિલાનું પૂજન પણ કર્યું. ત્યારબાદ બાબા વિશ્વઉમિયાધામ ખાતે માં ઉમિયાની આરતી અને પૂજા કરી હતી. શિલાપૂજન અને પુજા બાદ બાબા દિવ્યવાણીનો લાભ પણ આપ્યો.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિશ્વઉમિયાધામમાં લખાણ લખ્યું
બાબા વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા માં ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યનું નિરિક્ષણ પણ કર્યું. આ પ્રસંગે બાબાના સમર્થકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું 5 દિવસ ઉમિયા માતાના ચરણોમાં કથા કરવા આવીશ. ત્યારબાદ તેઓ ઝુંડાલ જવા રવાના થયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિશ્વઉમિયાધામમાં લખાણ લખ્યું છે.
મા ઉમિયાના ધામમાં દિવ્યતાની અનુભૂતિ થઈ
ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના કુળદેવી માતાજી છે. તમારા પર માતાજીની કૃપા વરસે તેવી મંગલ કામના છે. જગત જનની ભગવતી મા ઉમિયાના ધામમાં આવીને ઘણી દિવ્યતાની અનુભૂતિ થઈ. આખા ગુજરાતનો પટેલ સમાજ સનાતન સંસ્કૃતિનો આવો જ પ્રચાર કરે એવી મંગલકામના છે. અમદાવાદના પૂરા સમાજ પર બાઘેશ્વર બાલાજી મહારાજની કૃપા રહે તેવી પ્રાર્થના છે.
રાઘવ ફાર્મમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર
ગાંધીનગરનાં ઝુંડાલ સર્કલ નજીક આવેલા રાઘવ ફાર્મમાં આજે સાંજના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. જેમાં ગુજરાતનાં પીઠાધીશ્વરો, મહામંડલેશ્વરો, કથાકારો સહિતના સાધુ-સંતો ઉપસ્થિત રહેવાના છે. આ દિવ્ય દરબારને લઈને મોટાભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાધુ સંતો રાઘવ ફાર્મ ખાતે આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં તારીખ 29 અને 30 મેના રોજ એમ બે દિવસ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ઘાટલોડીયા ચાણક્યપુરી ખાતે યોજાનારા દિવ્ય દરબારના કાર્યક્રમનું સ્થળ બદલીને ઓગણજ રિંગ રોડ સર્કલ નજીક નક્કી કરવામાં આવ્યું છે.