Baba Bageshwar Gujarat Visit: આજે બાગેશ્વર સરકાર જાણીતા કથાકાર દેવકીનંદન ઠાકુર સાથે મુલાકાત કરી છે. અમદાવાદના વટવામાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથા ચાલી રહી છે ત્યારે આજે બપોરે 3 વાગ્યે બાબા બાગેશ્વર મહારાજ શિવપુરાણ કથામાં પહોંચ્યા છે. બાગેશ્વર બાબા કોંગ્રેસ નેતા અરવિંદ ચૌહાણના ઘરે મહેમાન બન્યા હતા. આજે વટવા ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી દેવકીનંદન ઠાકુરજીની કથામાં પ્રવચન આપવા કથા સ્થળે પહોંચી ગયા. ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ટેજ પર આવી પહોંચતા ભક્તો દ્વારા તેમનું ફૂલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે બાગેશ્વર બાબાએ સ્ટેજ પર આશન ગ્રહણ કર્યું. જ્યાં પ્રવચન શરુ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં મોટા ઉલટફેર; પાટિલ બગડ્યા! રૂપાણીના ખાસ ગણાતા કમલેશ મીરાણી પણ ઘરભેગા


અમદાવાદની ધરતી પર પગ મૂકતાં જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ અવસરે સનાતન ધર્મને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, અમદાવાદ સરસ શહેર છે, શહેરની ધરતી પર દરેક સનાતની છે, કાયરો જ સનાતન માટે નહીં જાગે, સનાતન માટે જાગવાનો સમય આવી ગયો છે. આવા આ ભક્તીના પ્રદેશ ગુજરાતની ધરતીને વારંવાર પ્રણામ કરું છું. 


PM મોદીના મોટાભાઈનું આ સપનું પૂર્ણ થશે તો દેશભરમાં 13 કરોડ લોકોની સરનેમ હશે 'મોદી'


ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાધુ જી તમે મજામાં છે કહી સંબોધન શરૂ કર્યું. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ભક્તિના પ્રદેશ ગુજરાતમાં જ્યાં સનાતન ધર્મ વહી રહ્યો છે ત્યાં સનાતનને લઈ આગળ વધીશ. ગુજરાતની ભૂમિને પ્રણામ છે. હનુમાનજી શંકર ભગવાનનું રૂપ છે, શંકર ભગવાનના હૃદયમાં હનુમાનના વાસ છે. હનુમાનની પૂંછ છે એ પણ પાર્વતીનું રૂપ છે.


GSEB: વડોદરામાં સામે આવી કરૂણ ઘટના! આ પરિવાર માટે ધો. 10 નું પરિણામ ગંભીર સાબિત થયું


ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતીઓને લઈને જણાવ્યું હતું કે, ગુજરાતના માણસો ખતરનાક છે અને તેમાં પણ અમદાવાદના...ગુજરાતના લોકોને ચૂપ કરાવવા મુશ્કેલ છે. ગુજરાતના લોકોને જીતવા પણ એટલા જ મુશ્કેલ છે. ભારત હિન્દૂ રાષ્ટ્નો સંકલ્પ છે, તેમાં તમારો ફાળો હશે. એ ડરપોક અને કાયર છે જે સનાતન માટે જાગે નહિ અને આપણે જાગી કૃષ્ણ ભગવાનને તેમના સ્થળે સ્થાપવાના છે.


ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 29 તારીખે દિવ્ય દરબાર છે અને તેમાં હું સનાતન ધર્મ માટે બોલીશ. મોટાભાઈનું મિશન છે કે રામ તો અયોધ્યામાં બિરાજમાન થયા, હવે કૃષ્ણને બિરાજમાન કરવાના છે. બધા સનાતનીઓ એક થઇ જાવ. હું ડર તો નથી કેમ કે સીતારામ અને હનુમાન જેના માથે હોય તો કેમ ડર લાગે.


અમદાવાદમાં બાબા બાગેશ્વરનો હુંકાર
અમદાવાદમાં બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે, સનાતન વિરોધીઓની ઠાઠડી બાળીશું, 'ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા તૈયાર થઈ જાઓ, સમગ્ર ગુજરાતની સમૃદ્ધિ વધે તે માટે બાબાએ આશીર્વાદ આપ્યા .


અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કાર્યક્રમમાં આપ્યો સંદેશ
અમદાવાદના કાર્યક્રમમાં બાબા બાગેશ્વરે સંદેશ આપ્યો હતો કે, સનાતન ધર્મમાં માનનારા એક થઈ જાઓ, સનાતન માટે જાગવુ પડશે, નહીં જાગીએ તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય.


અમિત શાહના ખાસ નેતાને પાટીલે બધાની વચ્ચે ખખડાવ્યા, લઈ લીધો ઉધડો


નોંધનીય છે કે, વટવા રામકથા મેદાને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ સભા સ્થળે જોવા મળ્યા હતા. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે (ગુરુવાર) બપોરે બાગેશ્વર બાબા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા કાર મારફત અમરાઈવાડી ખાતે રહેતા એક ભક્તના ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ લોકો તેમને મળવા ઊમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકુર સાથે આવી પહોંચ્યા છે. બાબાના દર્શન માટે રામકથા મેદાનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.