ઝી બ્યુરો/બનાસકાંઠા: બાબા બાગેશ્વરના ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી માં અંબેના દરબારમાં હાજરી આપશે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો સમગ્ર કાર્યક્રમ હાલ સામે આવ્યો છે. આગામી 15,16 અને 17 ઓક્ટોબર એટલે કે પહેલા બીજા અને ત્રીજા નોરતાએ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો ત્રિ દિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી એકવાર છવાશે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો; અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો ઘાતક આગાહી


બાબા બાગેશ્વરના ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો પહેલા બીજા અને ત્રીજા નોરતાએ યાત્રાધામ અંબાજી ખાતે કાર્યક્રમ આયોજિત થનાર છે. તેને લઇ તડામાર તૈયારીઓ પ્રારંભ થઇ ચુકી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સૌપ્રથમ વખત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. તારીખ 15 ઓકટોબરે હનુમાન કથા, 16 ઓક્ટોબરે દિવ્ય દરબાર અને 17 ઓક્ટોબરે આદ્યશક્તિ શિવની આરાધના કરાશે.


સૌરાષ્ટ્રના સિદસર જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, આ તારીખે ખાતમુહૂર્ત, CM રહેશે હાજર


આ ત્રિ-દિવસીય કથામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહીત અન્ય મહાનુભાવો તેમજ અભિનેતાઓને આ કથા માટે આમંત્રિત કરાયા છે. આ કથાનું આયોજન ઇસ્કોન ગ્રુપમાં ચેરમેન પ્રવીણભાઈ કોટક દ્વારા કરવામાં આવ્યું છે.  


ગુજરાતની આ જાણીતી ડેરીનું દૂધ પીતા હો તો સાવધાન, નમુના લેબમાં થયા ફેલ


કથા સાંજ ના 4 વાગ્યાથી પ્રારંભ થશે. આ કથાના કાર્યક્રમ દરમિયાન બેથી ત્રણ લાખ લોકો આવે તેવું આયોજન અંબાજી જીએમડીસી મેદાનમાં હાથ ધરાયુ છે. 


હાથમાં બંદૂક લઈને આ બે ગુજરાતણો નીકળી પડી ઈઝરાયેલ માટે યુદ્ધ લડવા, નામ રોશન કર્યું