હનિફ ખોખર, રાજકોટ: જેતપુરમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ભાદર-2 ડેમમાં આજે જળસમાધિની જાહેરાત કરી છે. ડેમમા જેતપુર આસપાસના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતા હોવાથી કલેકટર સહિતને રજુઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં ન આવતા લલિત વસોયાએ  જળસમાધિ લેવાની જાહેરાત કરી છે. આ અગે આજે સવારે તેમણે પત્રકાર પરિષદ પણ સંબોધી. જુઓ વીડિયો- જળસમાધિ અંગે ધોરાજીના MLAએ પત્રકાર પરિષદમાં કરી રજુઆત, VIDEO 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું કે 'મારી સાથે હાર્દિક પટેલ પણ જળસમાધી લેશે'. વસોયાએ વધુમાં કહ્યું કે તંત્ર જો પ્રદૂષણ સામે પગલાં લેશે તો જળસમાધિનો નિર્ણય બદલીશ. નહીતર મારો નિર્ણય અડગ રહેશે. આ સમગ્ર મામલા અંગે બોલતા લલિત વસોયાએ કહ્યું કે 'હાર્દિક પટેલે અમદાવાદ ખાતે મારી સાથે જળસમાધિ લેવાની વાત કરી છે. તેમનો નિર્ણય હું આવકારું છું. આજે સવારે 10 વાગે (શનિવારે) ભૂખી ગામે મારા 11 સાથીદાર સભ્યો અને હાર્દિક પટેલ જે ભાદર બચાવો અભિયાન છે અને તેના અનુસંધાનમાં જે સંમેલન રાખ્યુ છે તે સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે.


લલિત વસોયાએ વધુમાં કહ્યું કે 'આ સંમેલન પૂર્ણ થયા બાદ મારો જે જળસમાધિનો કાર્યક્રમ છે તે હું કોઈ પણ અડચણો પાર કરીને પણ કરવાનો છું. જળસમાધિ અંગે હજુ સરકાર પાસે સમય છે. આટલા ગાળાની અંદર પણ સરકાર જવાબદાર લોકો સામે પગલાં લેશે તો હું આવતા સમયની અંદર વિચારીશ.'