ઢબુડીની યુટ્યુબ ચેનલ પર દાવો, ગૃહમંત્રીની કેન્સરની બિમારી માતાએ ભગાડી
ઢબુડીના ઢોંગ કહો કે ધનજીના ધતિંગ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે ધનજીએ રાજ્યના ગૃહમંત્રીને પણ નથી છોડયા, ઢબુડીએ દાવો છે કે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ગંભીર બીમારી ડોકટરે નથી પરંતુ પોતાની ઢબુડીએ મટાડી છે અને જેને લાગતો એક વિડીયો પણ પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ પણ કરવામાં આવ્યો છે.
ઉદય રંજન/અમદાવાદ: ઢબુડીના ઢોંગ કહો કે ધનજીના ધતિંગ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે ધનજીએ રાજ્યના ગૃહમંત્રીને પણ નથી છોડયા, ઢબુડીએ દાવો છે કે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ગંભીર બીમારી ડોકટરે નથી પરંતુ પોતાની ઢબુડીએ મટાડી છે અને જેને લાગતો એક વિડીયો પણ પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ પણ કરવામાં આવ્યો છે.
આ વિડીયોમાં એક વ્યક્તિને ઢબુડીના સેવકો પૂછી રહયા છે અને જેનો જવાબ સામેનો વ્યક્તિ આપી રહ્યો છે જેમાં પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારનો વ્યક્તિ જણાવી રહ્યો છે કે, જેણે ઢબુડી માની માનતા રાખી હતી અને તે તેલના ડબ્બા આપવા માટે આવ્યો છું. મહત્વનું છે, કે યુ ટ્યુબ પર વાયરલ કરવામાં આવેલા વીડિયોમાં ગૃહમંત્રીનું નામ લઇને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રાયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
‘ઢબુડી માતા’એ ચાંદખેડામાં રાખ્યું હતું ભાડે મકાન, હંમેશા સાથે રહેતી બે મહિલા
તથા વધુમાં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં સર્જીકલ સ્ટ્રાઇકમાં પાકિસ્તાન પહોંચેલા ભારતના વિન્ડ કમાન્ડરને ભારત પરત લાવનાર ભારત સરકાર નહિ પણ ઢબુડી માતા લાવી છે. અનેક નેતાઓ અને નામચીન વ્યક્તિઓ તેના ભક્તો હોવાનું કહીને લોકોને ઠગી રહ્યો છે. ધનજી દ્વારા યુટ્યુબ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના પ્રખ્યાત ગાયક જીજ્ઞેશ કવિરાજ પણ તેનો ભક્ત હોવાનો દાવો કરીને લોકોને ઠગી રહ્યો છે.
જુઓ Live TV:-