સાબરકાંઠા : સગર સમાજ કરે છે ધુળેટીની અનોખી ઉજવણી અને ચાર દિવસ સમાજના ભાઈઓ રાસ રમી ફાગ મહોત્સવની ઉજવણી કરે છે. તો રાસ રમતા પુરુષોને સમાજની મહિલાઓ નિહાળે છે. સાબરકાંઠા જીલ્લામાં ઇડર અને વડાલી તાલુકામાં સગર સમાજ વસેલો છે, ત્યારે વર્ષો જૂની પરંપરાથી સમાજમાં ધૂળેટી ચાર દિવસ ફાગ મહોત્સવ યોજાય છે. સમાજના પુરુષો ઢોલના તાલે રાસ રમે છે. એમાં પણ બાળકથી માંડીને વૃદ્ધો જોડાયા છે અને એક નહિ ૧૦૦ અહીં પણ ૧૦૦૦ થી વધુ સમાજના પુરુષો ઢોલના તાલે ચાર કલાક રાસ રમે છે તો તેમને સમાજની મહિલાઓ રાસ રમતા નિહાળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરે કહ્યું શેઠ તમે ચિંતા ન કરો શેઠાણીની હું ખુબ જ સારી રીતે સંભાળ રાખીશ, ખુશ પણ રાખીશ પણ પછી...


અનોખી ઉજવણીએ પણ સગર સમાજની આ ફાગ મહોત્સવ પહેલા સમાજમાં વર્ષ દરમિયાન બાળકથી માંડીને વૃદ્ધના મરણ થયેલા હોય તે પરિવારજનો પહેલા સમાજ સાથે ધૂળેટી બપોરે એકઠા થાય છે. જ્યાં તેમના પરિવારજનોને શોકત્યાગ વિધિ કરાય છે, બાદમાં યોજાય છે ફાગ મહોત્સવ. જે ધૂળેટીથી ચાર દિવસ ચાલે છે અને ઇડર અને વડાલીમાં સગર સમાજના વિસ્તારમાં સાંજે દરરોજ યોજાય છે. આ ફાગ મહોત્સવમાં વડાલી અને ઇડર શહેરમાં ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવની ઉજવણી થાય છે. ઈડરના પાંચ ગામ તેમજ વડાલીમાં છ ગામ સગર સમાજના લોકો ઉત્સાહથી જોડાય છે અને રમે છે ફાગનો રાસ ઢોલ નગારા સાથે ઉજવણી થાય છે. 


GUJARAT CORONA UPDATE: 18 નવા કેસ, 48 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


ઇડરમાં પણ સગર સમાજમાં પણ આ રીતે જ ફાગ મહોત્સવ યોજાય છે. જેમાં મહિલાઓ ઈલુજી દેવની માટીની પ્રતિમા બનાવે છે, તો મહિલાઓ માતાજીની પૂજા અર્ચના કરે અને આરતી કરે છે ત્યારબાદ પુરુષો ઢોલ નગારાના તાલે રમાય છે. રાસ આને કહેવાય છે ફાગ આવી રીતે ઉજવે સગર સમાજ ધૂળેટીની અનોખી ઉજવણી તો વર્ષોની પરંપરા હજી પણ જળવાઈ રહી છે. તો ફાગ એટલે એકતા, સુખ અને સમુર્દ્ધી રાસ રમવા માટે એક સ્થળે આખા સમાજના પુરુષો એક સ્થળે હોય છે. ઢોલ નગારાના તાલે રાસ અને પગ ઉછલે છે એમ જ સમાજમાં પણ એકતા વધે છે અને માતાજીની પૂજા અર્ચના કરવાથી સમાજની સુખ સમૃદ્ધિ પણ વધે છે એ માટે મહિલાઓ માતાજીની પૂજા કરી પ્રાર્થના પણ કરે છે. 


ધુળેટીના દિવસે પણ ધરાધણધણી ઉઠી ઉજવણીમાં ખબર રહી કે નહી?


ફાગ પર્વ આ તહેવાર અહીં ફાગ મહોત્સવ અને ઈલાજી પર્વ મહોત્સવ પૂજા તરીકે ઓળખાય છે. આ ઉત્સવ હોળીના દિવસથી શરૂ કરતા ચાર દિવસ સુધી ચાલે છે. જેમાં પુરુષો ઢોલ-નગારાના તાલે દાંડીયા રમે છે. શેરીએ-શેરીએ આવા ઉત્સાહિત વાતાવરણમાં યુવાઓ-વડીલો આ આ ધાર્મિક પરંપરામાં દિલથી ભાગ લે છે. દરેક ઘરમા સુખ શાંતિ અને નીરોગી જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે. વડાલી સગર સમાજના લોકો આ ઉત્સવમાં પોતાના ધંધો રોજગાર સ્વયંભૂ બંધ રાખીને આ ફાગ મહોત્સવમાં જોડાય છે. આ ફાગ મહોત્સવમાં પુરુષો દાંડિયા રમે છે. ઢોલ નગારા સાથે એક તાલે રમે છે. સ્ત્રીઓ આ ફાગ મહોત્સવ નિહાળે છે.


નરેશભાઈ ભાજપ પાર્ટીના શુભેચ્છક છે અને અંગત રીતે મારા સારા મિત્ર છે: સીઆર પાટીલ


આ એક જ મહોત્સવ એવો છે. જેમાં સંપૂર્ણ પુરુષો દવારા રમવામાં આવે છે. સ્ત્રીઓ નિહાળે છે. આજુબાજુના ગામડાના લોકો જોવા ઉભરાય છે. જેમાં વિશેષ વાત તો એ છે કે, આખા વર્ષ દરમિયાન જેના પણ ઘરમાં પોતાના કુટુંબી સ્નેહીજનનુ મૃત્યુ થયું હોય છે તેવા કુટુંબને આ ઉત્સવમાં શામિલ કરીને તેમના સ્નેહીજનના શોક વિયોગમાંથી ત્યાં ઉપસ્થિત દરેક લોકો ઈશ્વરકૃપા બળવાનએ સમજાવી આશ્વાસન આપે છે. આ દિવસથી તેમના શોક વિયોગને ત્યજીને જીવન આગળ વધારવા માટે સાથ સહકારની ભાવના દાખવવામાં આવે છે. સગર સમાજની એકતાની ઉજવણી એટલે ચાર દિવસનો ધૂળેટીથી શરુ થતો ફાગ મહોત્સવ જેની પરંપરા સાથેનો રાસ પણ જોવો એક લાહવો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube