રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના માંડવીમાં આવેલ ડોણના આર્યુ માતાના મંદિરમાં ચમત્કાર થયો છે. આ ચમત્કારનો વીડિયો સમગ્ર કચ્છમાં જોતજોતામાં વાઈરલ થઈ ગયો છે. માંડવીની કચ્છ આયુ માતાજીના મંદિરમાં આરતી સમયે ધૂપેડો આપોઆપ હલી રહ્યો છે તેવો વીડિયો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છભરના લોકો આયુ માતાના મંદિરમાં શ્રદ્ધાથી માથુ ટેકવે છે. આ માતાજી ચમત્કારિક માનવામાં આવે છે. ત્યારે મંદિરમાં આરતી સમયે ધૂપેડો હલવાની પ્રક્રિયાના ભાવિક લોકોએ માતાજીનો ચમત્કાર ગણાવ્યો છે. આરતી સમયે થાળમાં ધૂપ માટેનો ધૂપેડો રાખવામાં આવ્યો હતો, જે આપોઆપ હલવા લાગ્યો હતો. આ વીડિયો સમગ્ર કચ્છમાં વાઈરલ થયો છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.


અંબાજી બાદ કચ્છના આયુ માતાના મંદિરમાં થયો ચમત્કાર, જુઓ Video


લાંબુ આયુષ્ય મેળવવા મંદિરમાં આવે છે લોકો
કચ્છવાસીઓ આયુ માતાના મંદિરમાં અનોખી શ્રદ્ધા ધરાવે છે. જે વ્યક્તિને શરીરે ખોડખાપણ હોય, અથવા જેને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેઓ ડોણ ગામે આવેલ આયુ માતાની મંદિરે માનતા માને છે તો તેમને માનતા પૂરી થાય છે. વ્યક્તિના રોગોનો નાશ કરીને આયુષ્ય વધારનારી માતાજી હોવાથી તેમને આયુ માતાજી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર માંડવીથી 12 કિલોમીટર દૂર આવેલ ડોણ ગામે આવેલું છે. 1400 વર્ષ જૂનુ આ મંદિર વિશ્વનું એકમાત્ર મંદિર હોવાનું કહેવાય છે. 


અંબાજી મંદિરમાં જ્યોતમાં થયા હતા વાઘના દર્શન 
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ પ્રસિદ્ધ અંબાજી મંદિરની અંખડ જ્યોતનો વીડિયો વાયરલ થયો હતો. દિવાની જ્યોતમાં વાઘના દર્શનના વીડિયોએ ભારે કૂતુહલ જગાવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને જોઇને ભક્તો ધન્યતા અનુભવી હતી અને અંબાજીમાં પુનમના દિવસે જ આ ચમત્કાર થયો હતો.