• ડાયાબિટીસના દર્દીઓ કેરીના સ્વાદથી વંચિત રહી જતાં હોય છે. ત્યારે હવે એવી પણ કેરીના ઉત્પાદન થઈ રહ્યા છે કે જેમાં શર્કરાનું પ્રમાણ ખુબ ઓછું હોય. વળી તેમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોવાથી તે તંદુરસ્તી માટે ફાયદાકારક છે


સાગર ઠાકર/જુનાગઢ :ઉનાળાની ઋતુ આવે એટલે બજારમાં કેરી જોવા મળે અને સૌ કોઈને ફળોના રાજા ગણાતી કેરી ખાવાનું મન થાય. આમ પણ ભારતીયો ખાણીપીણી માટે મશહુર છે.  ભારતમાં ખાસ કરીને આફૂસ અને કેસર કેરીની ડિમાન્ડ વધુ છે અને તેથી તેનું ઉત્પાદન અને માંગ બંન્ને વધુ છે. જોકે, સ્વાદના રસિકો માટે એક સારા સમાચાર છે. સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને ડોક્ટર કેરી બહુ નહીં ખાવાની સલાહ આપતાં હોય છે. પરંતુ હવે ડાયાબિટીસના દર્દીઓ પણ મન મૂકીને કેરી ખાઈ શકે તેવી કેરીનું સફળ ઉત્પાદન થયું છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના જલંધર ગામે અમેરીકાના ફ્લોરીડાની કેરીની જાત ટોમી એટકીન્સનું સફળ ઉત્પાદન થઈ રહ્યું છે. જાંબલી રંગ, શર્કરાનું ઓછું પ્રમાણ અને ફાઈબરથી ભરપુર એવી આ કેરીની માંગ પણ વધી રહી છે. આમ પણ જૂનાગઢ કેરીનું ઘર કહી શકાય અને અમેરીકાની આ કેરી જેવી જ વનરાજ નામની ભારતીય કેરીની જાતનું પણ અહીં સફળ ઉત્પાદન થાય છે.


આ પણ વાંચો : માણસના જીવથી પણ મોટા નિયમો - પુત્ર આજીજી કરતો રહ્યો પણ પિતાને ધન્વન્તરી હોસ્પિટલમાં સારવાર ન અપાઈ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વમાં કેરીની અંદાજે 2 હજારથી વધુ જાતો છે. તેમાં ભારતમાં એક હજાર જેટલી જાતો જોવા મળે છે. સ્વાદ રસિકો વિવિધ પ્રકારની કેરીનો સ્વાદ માણતા હોય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ કેરીના સ્વાદથી વંચિત રહી જતાં હોય છે. ત્યારે હવે એવી પણ કેરીના ઉત્પાદન થઈ રહ્યા છે કે જેમાં શર્કરાનું પ્રમાણ ખુબ ઓછું હોય. વળી તેમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોવાથી તે તંદુરસ્તી માટે ફાયદાકારક છે અને વળી પોતાના જાંબલી રગના કારણે દેખાવમાં પણ આકર્ષક લાગે છે. અમેરીકાના ફ્લોરીડાની ટોમી એટકિન્સ કેરીની જાતનું હવે જૂનાગઢ જિલ્લામાં પણ સફળ ઉત્પાદન થઈ રહ્યું છે.


જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના જલંધર ગામે ફાર્મ હાઉસ ધરાવતાં દિનેશભાઈ ગંદેચા ઓર્ગેનિક બાગાયત ખેતીના ધ્યેય સાથે કેરીની વિવિધ જાતોનું સફળ ઉત્પાદન કરી રહ્યા છે. પોતાના 15 વિઘાના ફાર્મ હાઉસમાં કેરીની અલગ અલગ 20 જાતોના 500 વૃક્ષો પર તેઓ કેરીનું સફળ ઉત્પાદન કરે છે.


આ પણ વાંચો : માનવતા મહેંકી ઉઠી, રોડ પર ઢળી પડેલા યુવકને સ્થાનિક લોકોએ ઓક્સિજન આપ્યો 


દિનેશભાઈના ફાર્મમાં ઉગતી કેરીની વિવિધ જાતો 


  • કેસર

  • આફુસ

  • લંગડો

  • બનારસી લંગડો

  • આફુસ લંગડો (મીક્સ બ્રીડ)

  • કાળીયો

  • લુરખીયો

  • બદામ

  • દુધ પેંડો ( જે કેરીનો રંગ થોડો સફેદ હોય પેંડા જેવી સુગંધ હોય)

  • બારમાસી ( વર્ષમાં ત્રણ ફાલ આવે)

  • ટોમી એટકીન્સ


દિનેશભાઈના ફાર્મ પર કેસર કેરીના 450 ઝાડ છે. તે સિવાય અન્ય જાતોના મળીને 50 ઝાડ છે. જેમાં ટોમી એટકીન્સ પણ છે. આ ઉપરાંત ચીકુ, જામફળ, કેળા, શેતુર, લીંબુ, સફેદ જાંબુ, કાળા જાંબુ અને લાલ જાંબુ જેવા બાગાયતી પાકોનું તેઓ ઉત્પાદન કરે છે. 


આ પણ વાંચો : રોજા રાખી 4 મહિનાની ગર્ભવતી નર્સ કરે છે દર્દીઓની સેવા, કહ્યું-આ જ મારી સાચી ઈબાદત  


ટોમી એટકીન્સ સહીતની દિનેશભાઈના બગીચાની કેરીની ખાસિયત એ છે કે તે સંપૂર્ણ ઓર્ગોનિક છે અને સર્ટીફાઈડ છે. દરેક આંબાના ઝાડ પાસે એક તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીનો છોડ આંબાની પાસે હોય તો ઝાડમાં કોઈ જીવાત થતી નથી અને તુલસીના ઔષધીય ગુણોની ઝાડ પર અસર જોવા મળે છે તેમ દિનેશભાઈનું માનવું છે. જ્યાં સુધી ઝાડ પર કેરીનો રંગ પીળો ન પડે ત્યાં સુધી તેનો ઉતારો કરતાં નથી. તેથી આ કેરી સંપૂર્ણપણે કુદરતી રીતે પાકેલી હોય છે. પરિણામે આ ઓર્ગેનિક કેરીના બજારભાવ પણ સારાં મળે છે. દિનેશભાઈ પોતાના ફાર્મ પર તેમના ખાસ પેકીંગમાં આ કેરીઓ મેટ્રો સિટીમાં અને વિદેશમાં મોકલે છે. આમ ઉત્પાદન સાથે મુલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડીશન પણ કરે છે.  



જૂનાગઢની વનરાજ નામની ભારતીય કેરી પણ અમેરિકાની ટોમી એટકીન્સ જેવી જ છે, આ ઉપરાંત ઓછી શર્કરાની માત્રા ધરાવતી પાંચ જેટલી કેરીની જાતોના હાલ વૃક્ષો જોવા મળે છે અને તેમાં સારી એવી કેરીનું ઉત્પાદન પણ થાય છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેરીનો ન માત્ર ફળ તરીકે જ ઉપયોગ થાય છે. પરંતુ તેનો ઉપયોગ અનેકવિધ મીઠાઈમાં પણ થાય છે. તેથી ભારતીય લોકોને કેરીમાં મીઠાશ પસંદ પડે છે. તેથી સ્વાદ સુગંધ તેમના માટે મહત્વ ધરાવે છે. 


આ પણ વાંચો : શરદી-ખાંસી કે તાવ હશે તો સુરતમાં નો-એન્ટ્રી, કોરોનાને અટકાવવા મોટો નિર્ણય...


ટોમ એટકીન્સનો ફાયદો 


  • ટોમી એટકીન્સમાં મીઠાશનું પ્રમાણ ઓછું હોય છે

  • તેમાં રેસા વધારે હોય છે એટલે તેમાં ફાઈબર વધારે હોય છે


આ 2 ગુણોને કારણે આ કેરી ડાયાબિટીસ જેવા રોગો હોય તો પણ તેનું સેવન કરવામાં આવે તો કોઈ નુકશાની થતી નથી. ભારતીયોની ખાનપાનની પધ્ધતિને લઈને ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ વધ્યુ છે, ત્યારે સ્વાદપ્રેમી જનતા ટોમી એટકીન્સ કે વનરાજ જેવી કેરીની જાતો ખાવાનું પસંદ કરી રહ્યા છે અને તેની માંગ પણ વધી રહી છે.


જોકે ટોમી એટકીન્સ કે વનરાજ જેવી કેરીનું ઉત્પાદન હાલ મર્યાદિત પ્રમાણમાં થાય છે અને મેટ્રો સિટીમાં તેની માંગ છે. ત્યારે આગામી દિવસોમાં હજુ તેની માંગ વધશે તેમ તેનું ઉત્પાદન પણ વધશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.