રઘુવીર મકવાણા, બોટાદઃ બોટાદ શહેર અને જિલ્લામાં હિરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. શહેર અને જિલ્લામાં આવેલા હિરાના કેટલાય કારખાનાઓ મંદીને કારણે બંધ થયા અને કેટલાક કારખાનાઓ બંધ થવાની તૈયારીઓમાં છે ત્યારે રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર કઈક મદદ કરે તો ફરીવાર હિરા ઉદ્યોગ ધમધમતો થાય તેમ રત્ન કલાકારો ઈચ્છી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદ જિલ્લો ખેતી અને હિરા ઉદ્યોગ પર નભતો જિલ્લો છે. જિલ્લામાં હાલ મુખ્યત્વે હિરા ઉદ્યોગ છે. હિરા ઉધોગ સાથે હજારો લોકો સંકળાયેલા છે અને પોતાનો ધંધો રોજગાર ચલાવે છે. બોટાદ શહેર અને જિલ્લામાં ૧૫૦૦ થી વધારે નાનામોટા હિરાના કારખાનાઓ આવેલા છે, પરંતુ હાલ રશિયા યુક્રેનના યુદ્ધને કારણે હિરાનો કાચો માલ આવતો નથી અને તૈયાર થયેલો માલ વેચાતો નથી. તેમજ વૈશ્વિક મંદીના કારણે હિરા ઉદ્યોગની માઠી અસર થઈ છે અને હિરા ઉદ્યોગમાં મંદીમાં સપડાયો છે. ત્યારે શહેર અને જિલ્લામાં ૧૫ ટકા કારખાના બંધ થયા છે અને બાકિના કેટલાક કારખાનાઓ બંધ થવાની તૈયારીઓમાં છે. અને હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જો સરકાર હિરા ઉદ્યોગમાં લોન જેવી સહાય આપે તો હિરા ઉદ્યોગમાં ફરી તેજી આવે તેમ ડાયમંડ એસો.ના પ્રમુખે જણાવ્યું હતું.


આ પણ વાંચોઃ પતિના મોતથી તૂટ્યો દુખનો પહાડ, છતાં પત્નીએ લીધો અંગદાનનો નિર્ણય


બોટાદ રાજયમાં સૌથી નાનો જિલ્લો છે, પરંતુ બોટાદ શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ હિરા ઘસવાનું કામ કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. શહેર અને જિલ્લાના તમામ ગામોમાં હિરાના કારખાના ધમધમે છે અને હિરા જિલ્લાનો મુખ્ય વ્યવસાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હિરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે હિરાનો કાચો માલઆવતો નથી તો વળી તૈયાર હિરા તાત્કાલિક વેચાતા નથી જેથી કારખાનાના માલિકના રોકાયેલા રૂપિયા છુટ્ટા થતા નથી. જેથી કારખાનાના માલિકો રત્ન કલાકારોને સમયસર પગાર કરી શકતા નથી કે ઉપાડ આપતા નથી. જેની સીધી અસર રત્ન કલાકારો પર પડી રહી છે અને રત્ન કલાકારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકાર રત્ન કલાકારોની વ્હારે આવે તેવુ રત્ન કલાકારો ઈચ્છી રહ્યા છે.


બોટાદ જિલ્લાનો મુખ્ય ઉધોગ હિરા ઉદ્યોગ છે ત્યારે હિરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. જેના કારણે શહેર અને જિલ્લાના ૧૫ ટકા હિરાના કારખાનાઓ બંધ થઈ ગયા છે અને કેટલાક કારખાનાઓ બંધ થવાની તૈયારીઓમાં છે. અને રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર રત્ન કલાકારોની વ્હારે આવે અને હિરા ઉદ્યોગ ફરીવાર ધમધમતો થાય તેવું રત્નકલાકારો ઈચ્છી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube