ચેતન પટેલ, સુરત: સુરત (Surat) ના વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં ૪ દિવસ અગાઉ જ નોકરી પર રહેલો કારીગર કારખાનામાંથી ૫૦ હજારના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ મામલે હીરા કારખાનાના માલિકે વરાછા પોલીસ (Police) મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત (Surat) ના ખોલવડ ખાતે રહેતા દિલિપકુમાર લાભશંકરભાઇ ઓઝા વરાછા ચોકસી બજાર ખાતે હીરાનું કારખાનું ધરાવે છે. તેઓને ત્યાં ચાર દિવસ પહેલા જ મૂળ મધ્યપ્રદેશ (Madhya Pradesh) નો વતની પવનસિંગ ઉર્ફે બંટીસિંગ સુબારામ બનીયા નામનો કારીગર નોકરી પર લાગ્યો હતો. 

Surat: ગ્રાહકના સ્વાંગમાં સોનાની ચેઇનની ચોરી કરનાર 3 મહિલાઓ ઝડપાઇ


દરમ્યાન ગત ૧૦ જુનના રોજ કારીગર કારખાનામાં આવેલી ઓફીસ (Office) ના ટેબલ ખાના તોડી તેમાંથી ૫૦ હજારની કિમતના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે આ મામલે કારખાનામાં હીરા ચોરી થઇ હોવાનું માલુમ પડતા કારખાનાના માલિકે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Camera) તપાસ્યા હતા. 


જેમાં કારીગર હીરાચોરી કરતા નજરે ચડ્યો હતો. જેથી આ મામલે તેઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વરાછા પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube