શું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલ
જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 1757 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ પડવાનો મતલબ છે એક દિવસમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ. તો શું ખરેખર છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ વરસ્યો છે કે પછી રાહત કમિશનર આલોક પાંડેએ આંકડો આપવામાં કોઈ ભૂલ કરી છે?
Junagadh Heavy Rains: જૂનાગઢમાં 24 કલાકમાં 70 ઈંચ વરસાદ પડ્યો હોવાની રાજ્યના રાહત કમિશનરે જાણકારી આપી છે. એક જ દિવસમાં 70 ઈંચ વરસાદ એટલે શું કહેવાય?
આ આંકડો ખુદ રાહત કમિશનર આલોક પાંડેએ મીડિયા સમક્ષ દોહરાવ્યો છે. તેમણે કહ્યું કે જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 1757 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ પડવાનો મતલબ છે એક દિવસમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ. તો શું ખરેખર છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ વરસ્યો છે કે પછી રાહત કમિશનર આલોક પાંડેએ આંકડો આપવામાં કોઈ ભૂલ કરી છે? શું જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 6 ફૂટ વરસાદ વરસ્યો છે?
આવી રીતે તો રશિયામાં બરફ વર્ષા પણ નથી થતી. તો જૂનાગઢમાં કેવી રીતે 24 કલાકમાં 1757 મિલીમીટર વરસાદ પડી ગયો? જો આટલો વરસાદ પડ્યો હોય તો આખું જૂનાગઢ પાણીમાં ડૂબી ગયું હોત પરંતુ જૂનાગઢમાં આટલો વરસાદ પડ્યો હોવાનો સ્ટેટ ડિઝાસ્ટર વિભાગના આંકડામાં દેખાતું નથી.
તો પછી રાહત કમિશનર આલોક પાંડેએ કેમ કહ્યું કે જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો છે. શું જૂનાગઢમાં વરસાદે પાછલાં 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે? ભારતમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ 1003.06 mm નોંધાયો હતો. શું આનાથી પણ વધારે વરસાદ આ વખતે જૂનાગઢમાં પડ્યો છે?
ભારતમાં સૌથી વધુ વરસાદનો જે રેકોર્ડ નોંધાયેલો છે તે મેઘાલયના મૌસિનરામમાં 1 દિવસમાં 1003.06 mm વરસાદનો છે. એ પહેલાં 7 જૂન 1966માં મેઘાલયમાં જ 24 કલાકમાં 944 mm વરસાદ થયો હતો. તો પછી જૂનાગઢમાં 24 કલાકમાં 1757 mm વરસાદ પડ્યો કેવી રીતે?
શું રાહત કમિશનર આલોક પાંડેએ ભાંગરો વાટ્યો કે હકીકત બતાવી રહ્યા છે? જૂનાગઢમાં 24 કલાકમાં 70 ઈંચ વરસાદનો આંકડો સાચો કે ખોટો?