આખા અમદાવાદમાં ફરી રહ્યું છે મોત, જો કે વોર્ડમાં વિસ્તારોના આટાપાટા કરી છબી સુધારવાનો પ્રયાસ ?
ગુજરાતના વુહાન બનેલા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન આજે બે ઝોનમાં વહેંચાયું છે. જ્યાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેવા 6 વિસ્તારને રેડ જ્યારે બાકીના 42ને ઓરેન્જ જાહેર કરવામાં આવ્યા છે. હાલ અમદાવાદ શહેરમાં એક પણ ગ્રીન ઝોન નથી. પોઝિટિવ દર્દીઓની યાદીમાં કોર્પોરેશને ભયંકર લોચા માર્યા છે એમ ઓરેન્જ ઝોન બતાડવામાં પણ કેટલીક ક્ષતીઓ રહી ગઇ છે. જે વોર્ડ જ નથી તેને વોર્ડ બનાવીને સેફઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. લિસ્ટ અનુસાર પશ્ચિમ ઝોનમાં સાબરમતી વોર્ડનાં નામનો સમાવેશ કરવામાં જ નથી આવ્યો. તેના બદલે મોટેરાને વોર્ડ જાહેર કરીને તે સુરક્ષીત હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જ્યારે યાદી અનુસાર સાબરમતીમાંથી 8 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે. તેનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવવો જોઇએ.
અમદાવાદ : ગુજરાતના વુહાન બનેલા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન આજે બે ઝોનમાં વહેંચાયું છે. જ્યાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેવા 6 વિસ્તારને રેડ જ્યારે બાકીના 42ને ઓરેન્જ જાહેર કરવામાં આવ્યા છે. હાલ અમદાવાદ શહેરમાં એક પણ ગ્રીન ઝોન નથી. પોઝિટિવ દર્દીઓની યાદીમાં કોર્પોરેશને ભયંકર લોચા માર્યા છે એમ ઓરેન્જ ઝોન બતાડવામાં પણ કેટલીક ક્ષતીઓ રહી ગઇ છે. જે વોર્ડ જ નથી તેને વોર્ડ બનાવીને સેફઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. લિસ્ટ અનુસાર પશ્ચિમ ઝોનમાં સાબરમતી વોર્ડનાં નામનો સમાવેશ કરવામાં જ નથી આવ્યો. તેના બદલે મોટેરાને વોર્ડ જાહેર કરીને તે સુરક્ષીત હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જ્યારે યાદી અનુસાર સાબરમતીમાંથી 8 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે. તેનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવવો જોઇએ.
રાજ્યમાં વેપારીઓએ પોતાની જવાબદારી સમજવી પડશે, નિયમોનું પાલન કરાવવું પડશે: શિવાનંદ ઝા
અત્રે ઉલ્લેખનીય છે કે, રેડ ઝોન સમગ્ર અમદાવાદનો ખતરનાક વિસ્તાર છે. અહીં કોરોનાના સૌથી વધારે દર્દીઓ છે. અહીં 6 વિસ્તારો આવેલા છે. જેમાં દાણીલીમડા, દરિયાપુર, શાહપુર, ખાડીયા, જમાલપુર અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મ્યુનિ. દ્વારા તકેદારીના ભાગરૂપે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતા પણ આ વિસ્તારોમાં કેસમાં કોઇ જ ઘટાડો નથી થઇ રહ્યો.
ગર્વની લેવાની વાત, ગુજરાતના આ 3 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
અમદાવાદના ઓરેન્જ ઝોનમાં આનો સમાવેશ
સંક્રમણના કેસ ઓછા છે તેવા વિસ્તારોનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં પાલડી, નવરંગપુરા, નારણપુરા, વાડજ, એસપી સ્ટેડિયમ, રાણીપ, મોટેરા (સાબરમતી સમજવો), વાસણા, ચાંદખેડા, સરખેજ, મક્તમપુરા, જોધપુર, વેજલપુર, બોડકદેવ, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, ઘાટલોડિયાનો સમાવેશ થાય છે. તો પુર્વના વટવા, મણિનગર, ઇન્દિરાપુરી, ખોખરા, લાંભા, ઇસનપુર, નરોડા, સરસપુર, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, સરદારનગર, કુબેરનગર, સૈજપુર,અસારવા, શાહિબાદ, ગોમતીપુર, અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ અને ભાઇપુરાનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube