રાજકોટ:  સૌરાષ્ટ્રમાં ધરતીકંપના આંચકાઓ આવવાનું પ્રમાણ વધ્યું છે. આજે સવારે ઉપલેટામાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. સવારે 08.23 વાગ્યે 206ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. ધરતીકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવાર સવારમાં ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ધરતીકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 16 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો વિમલ ગુટખા ખાતા હો તો સાવધાન ! તત્કાલ મોત થશે અને કારણ ખબર પણ નહી પડે


ઉપલેટામાં ધરતીકંપ સામાન્ય હોવાથી કોઇ ઇજા કે જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી. ધરતીકંપના કારણે ઉપલેટાની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ધરતીકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ધોરાજી-ઉપલેટા અને ગોંડલમાં અવારનવાર ધરતીકંપના આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં વારંવાર ધરતીકંપના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ અને ફફડાટ વ્યાપ્યો છે. અગાઉ પણ ધરતીકંપ આવ્યો ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ સૌથી વધારે નુકસાન થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube