અમદાવાદ :પાલનપુરમાં ગઈકાલે એક રહસ્યમયી બનાવ બન્યો હતો. તબીબે જે યુવકને મૃત જાહેર કર્યો હતો, તે યુવકને કબ્રસ્તાન લઈ જતા સમયે અધવચ્ચે જ યુવક ઉભો થયો હતો. યુવક જીવતો થતા પરિવારના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. તો બીજી તરફ, યુવકને મૃત જાહેર કરનાર તબીબ સામે અનેક સવાલો ઉભા થયા છે. 


ગરમીને કારણે ગીરના સિંહોને ગોરખપુર ઝૂ મોકલવાની તારીખ લંબાવાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, પાલનપુરમાં નાની બજાર વિસ્તારમાં રહેતા 32 વર્ષના યુવાન યાકુબખાન નાગોરીને ગઈકાલે ગરમીને કારણે ગભરામણ થઈ હતી, જેના બાદ તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેના બાદ તેને કબ્રસ્તાનમાં લઈ જવાની વિધી શરૂ કરાઈ હતી. જે સમયે તેની દફનવિધિ થઈ રહી હતી, ત્યારે અચાનક યાકુબના શરીરમાં હલનચલન થઈ હતી. જેથી પહેલા તો લોકો ગભરાઈ ગયા હતા, પણ બાદમાં લોકોએ ડોક્ટરને બોલાવ્યા હતા. 108 દ્વારા યાકુબને ફરી હોસ્પિટલમાં લઈ જવાતા યાકુબને તબીબે જીવિત જાહેર કર્યો હતો. 


ગુજરાત સરકારે વેકેશન ન લંબાવતા ઓરેન્જ એલર્ટ વચ્ચે શરૂ થઈ શાળાઓ


જે યુવક બે કલાક પહેલા મૃત જાહેર કરાયો હતો, તેને ફરીથી જીવિત જાહેર કરાતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયુ હતું. ત્યારે સવાલ એ થયો છે કે, આખરે કેવી રીતે તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકના પરિવારે આ મામલે યુવકને મૃત જાહેર કરનાર તબીબ પર આક્ષેપો કર્યા છે કે, તેમણે કેવી રીતે આ કર્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :