શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: ઈડરના દેશોતર પાસેથી ત્રણ મહિના પહેલા હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પુત્રએ તેના મિત્ર સાથે મળી ટોર્ચર કરતા પિતાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી પુત્ર અને મિત્રની ધરપકડ કરી હતી. ત્રણ મહિના પહેલા જાદર પોલીસને હત્યા કરાયેલી અજાણી લાશ મળી આવી હતી જેને લઈને પોલીસે અજાણી લાશની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશને મુકેશ પ્રજાપતિ ગુમ થયેલ છે તેવી અરજી પરિવારે કરી હતી. અને ત્યારબાદ પોલીસે લાશ બતાવતા પરિવારે મુકેશ પ્રજાપતિની લાશ હોવાનું ઓળખી બતાવી હતી. લાશ ઓળખી બતાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરતા બહાર આવ્યું હતું કે, તેના પુત્રએ જ પિતાની હત્યા કરી હતી. બાદમાં પોલીસ તપાસ દરમિયાન હિમતનગર ઘરે આવેલ સગીર પુત્ર અને તેના મિત્ર લલિત રાજપુરોહિતની ધરપકડ કરી પૂછપરછ કરતા આખીય હત્યાનો ભેદ ઉકેલાયો હતો.


ઘરની છત પર સોલર પ્રોજેક્ટ લગાવવામાં દેશભરમાં ગુજરાત પ્રથમ નંબરે


પુત્રને પિતા વારંવાર ટોર્ચર કરતા હોવાથી પુત્રએ મિત્ર સાથે મળી પિતાની હત્યા કરી નાખી હતી. મુકેશ પ્રજાપતિ હિમતનગરના વિરાટનગરમાં રહેતો હતો અને ખેડુતો પાસેથી જથ્થાબંધના ભાવે મકાઈડોડા તથા તડબુચનો વેપાર કરતો હતો. વેપારમાં મુકેશ દેવાદાર થઇ ગયો હતો તો બીજી તરફ તેની પત્ની અને ત્રણ બાળકોને રોજબરોજ માનસિક ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને પત્નિ ત્રણ બાળકો લઈને સુરત જતી રહી હતી. તો તેની માતા સાથે ગયેલ મોટો પુત્રને માતા સાથે મન મેળ નહિ આવતા તે પરત પિતા મુકેશ પાસે હિમતનગર આવી ગયો હતો.


અમદાવાદ: સ્યુસાઇડ નોટ લખી નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ કર્મીઓ ગુમ


બીજી તરફ મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા અનેક વખત પુત્રને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રખાતા તે કંટાળી ગયો હતો અને પિતાનું કાસળ કાઢવાનું નક્કી કરીને હિમતનગરના શક્તિનગર વિસ્તારમાં રહેતા તેના ખાસ મિત્ર લલિત રાજપુરોહીત સાથે મળીને પોતાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ મારુતિવાનમાં 1 મેં ના રોજ ચોરીવાડ તડબુચ ખરીદી કરવા માટે મુકેશ તેનો પુત્ર અને મિત્ર લલિત રાજપુરોહિત હિમતનગરથી નીકળ્યા હતા. અને રસ્તામાં પુત્રએ મારૂતિમાં આગળ બેસેલ મુકેશને કપડા વડે ગળે ટુંપો દઈ દીધો હતો.


શિક્ષકે મોબાઇલમાં બિભત્સ વીડિયો બતાવી વિદ્યાર્થીની સાથે કર્યા શારિરીક અડપલા


જુઓ LIVE TV:



ત્યારબાદ પુત્ર અને મિત્ર મારુતિવાન લઇ દેશોતર ગામની સીમમાં મુકેશને ઉતારી બેઝ બોલની સ્ટીક મુકેશને પુત્રએ માથામાં ફટકો માર્યો હતો. તો તેના મિત્ર લલિતે પણ કપાળના ભાગે ધોકો મારી હત્યા કરી લાશ ત્યાં મુકીને રાજસ્થાન નાસી ગયા બાદ પોલીસે હિમતનગરથી પિતાના હત્યારા સગીર પુત્ર અને તેના મિત્ર લલિત રાજપુરોહિતને મારુતિ વાન સાથે ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી હતી.