ડિજિટલ ભારતના ડિજિટલ સાંસદ: નાગરિકો માટે `આણંદ એમપી સેવા` નામથી તૈયાર કરાઈ વેબસાઈટ
લોકસેવાએ જન પ્રતિનિધિના નૈતીક મુલ્યોનું પ્રથમ પગથિયું છે. ત્યારે સેવાકીય બાબતોમાં કોઈ કચા ન રહી જાય તે પણ જરૂરી છે. આજના ઝડપી યુગમાં ડિજિટલ દુનિયાએ સૌથી મુખ્ય માધ્યમ પણ છે. ત્યારે આણંદ લોકસભાના સાસંદે પોતાની કાર્યશૈલીને અને જનતાની જરૂરિયાતને સમજીને ખાસ વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટના લોન્ચિંગ દરમિયાન જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ વેબ કેવી રીતે ઉપયોગી બનશે તે વિશે ખાસ સમજણ આપી હતી.
જપ્તવ્ય/ આણંદ: લોકસેવાએ જન પ્રતિનિધિના નૈતીક મુલ્યોનું પ્રથમ પગથિયું છે. ત્યારે સેવાકીય બાબતોમાં કોઈ કચા ન રહી જાય તે પણ જરૂરી છે. આજના ઝડપી યુગમાં ડિજિટલ દુનિયાએ સૌથી મુખ્ય માધ્યમ પણ છે. ત્યારે આણંદ લોકસભાના સાસંદે પોતાની કાર્યશૈલીને અને જનતાની જરૂરિયાતને સમજીને ખાસ વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટના લોન્ચિંગ દરમિયાન જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ વેબ કેવી રીતે ઉપયોગી બનશે તે વિશે ખાસ સમજણ આપી હતી.
'આણંદ એમપી સેવા' નામથી તૈયાર કરાયેલી આ વેબસાઈટના માધ્યમથી આ ક્ષેત્રના લોકોની જરૂરિયાતો અને તકલીફોને પૂરી કરવા માટે સુઆશ્રય સાથે સાસંદ મિતેષ પટેલે આ વેબસાઈટ બનાવી છે. હવે આ વેબ સાઈટના માધ્યમથી આ લોકસભા વિસ્તારના લોકો ઘરે બેઠા અથવા કોઈપણ સ્થળેથી બસ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર લેપટોપ અને ટેબલેટ તથા આઈપેડ જેવા આધુનિક સંસાધનોની મદદથી પોતાની જરૂરી માહિતી મેળવી શકશે. સાથે જ પોતાની અપૂરતી બાબતો અને સમસ્યાઓની બાબતો સાસંદ સુધી પહોંચાડી શકશે.
આ પણ વાંચો:- અમદાવાદ સિવિલમાં સફળતાપૂર્વક મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સર્જરી, બે મહિનામાં 950 થી વધુની સારવાર
આ વેબસાઈટની મદદથી નાગરિકો પોતાની ખેતીલક્ષી, આરોગ્ય લક્ષી, શૈક્ષણિક, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, વુમન એન્ડ ચાઈલ્ડ, એમ્પ્લોયમેન્ટ જેવા જરૂરી વિષયોની માહિતી મેળવી શકશે. સરકારની વિમા અને પેન્શન યોજના માટેની માહિતી પણ વેબસાઈટ પરથી મેળવી શકશે. સરકારી ઓફિસોના ધક્કા અને સરકારી વેબના ધાંધીયામાંથી હવે આ વિસ્તારના નાગરિકોને મુક્તિ મળશે અને એનું કારણ બનશે સાંસદની વેબસાઈટ. એક જ વેબ સાઈટ પરથી દરેક વિષયોની માહિતી મેળવવી સાથે યોજનાઓની જાણકારી મેળવવા માટે સરળતા રહેશે.
આ પણ વાંચો:- Viral Video: સુરતમાં પોલીસનો નથી કોઈને ભય? જાહેરનામાં બાદ પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી
સાંસદ મિતેષ પટેલ રાજકીય અગ્રણી કરતાં વધારે એક સફળ ઉદ્યોગપતી તરીકે જાણીતા છે. જેથી તેઓ પોતાની સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ તો કરે જ છે. જેથી ડિજિટલ દુનિયાની તેમને સમજ પણ સારી છે. સફળ અને અભ્યાસુ હોવાને કારણે નવીન બાબતોને સાંકળીને કેવી રીતે જીવવું તે પણ સમજે છે. ત્યારે પોતાની કામગીરી અને જનતાની કરેલી સેવા બાબતોનો ખ્યાલ જનતા સુધી પહોંચાડવો તે તેઓ બખુબી જાણે છે. પોતાના એનઆરઆઇ વિસ્તારમાં વિદેશના લોકો સુધી પણ એઠલી જ સમજવાની જરૂરી છે.
આ પણ વાંચો:- Rajkot માં 33 ટકા વેક્સીનેશન થયું હોવાનો તંત્રનો દાવો! વેક્સીન અંગે લોકોની દૂર થઈ ગેર માન્યતાઓ
આણંદ લોકસભા ક્ષેત્રમાં બિનસાક્ષર લોકો આ વેબસાઈટનો ઉપયોગ કેટલી સરળતાથી કરી શકશે તે પણ એક સવાલ છે!!!! સામાન્ય રીતે એક સાંસદનું કર્મ ક્ષેત્ર ખુબ મોટું હોય છે. તેવામાં જન જન સુધી પહોંચવું એ શક્ય પણ નથી પણ જો સાંસદની સેવા જરૂરિયાતમંદ સુધી પહોંચી જાય તો પણ બસ છે અને તેથી જ એક વ્યાપારી સાંસદે પોતાની બુદ્ધિથી હે આ ક્ષેત્રના નગરિકોની સરળતા માટે સહજતાથી વેબ તૈયારી કરી છે.
આ પણ વાંચો:- ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાની રેસ તેજ, ભરતસિંહ સોલંકીએ પકડી દિલ્હીની વાટ
તમને ચોક્કસએ વાતનો વિશ્વાસ છે કે, સાંસદ સુવિધા કેન્દ્ર ઉપરાંત આણંદ એમપી સેવા વેબ નાગરિકો માટે ખુબ ઉમદા માધ્યમ સાબીત થશે. લોકસભાની ચૂંટણીઓ તો હજી ઘણી દૂર છે પરંતુ આ જોતા હવે વિધાનસભાના જન પ્રતિનીધીઓ પણ કદાચ પોતાની વેબ બનાવી જનતાને સુવિધા આપી પોતાનો પણ સફળ પ્રચાર કરે તો નવાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube