ચેતન પટેલ/ સુરત: સુરતની આર્કિટેક્ટ (Architect) આયુષી દેસાઈએ રક્ષાબંધનના (Raksha Bandhan) પર્વ પર ખાસ કસ્ટમાઇઝ રાખડી બનાવી છે. આજે ડિજિટલ યુગમાં (Digital Era) સ્માર્ટ માધ્યમ તરીકે ક્યુઆર કોડનો (QR Code) ઉપયોગ થાય છે. આયુષીએ યુનિક ક્યુઆર કોડની રાખડી (QR Code Rakhi) બનાવી છે જેને મોબાઇલ અથવા તો કમ્પ્યુટર પર સ્કેન કરવા પર બહેન દ્વારા એક ખાસ સંદેશ (Massage) ડિસ્પ્લે પર આવે છે અથવા તો બહેન જે પણ ગીત ભાઈ માટે પસંદ કરે છે તે વાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાળમાં સેફ અને સ્માર્ટ રહેવાના ક્યુઆર કોડ (QR Code) વાપરવામાં આવે છે. ભલે ઓનલાઇન પેમેન્ટ (Online Payment) હોય કે હાલમાં જે વેક્સિનેશન બાદ મળનાર સર્ટિફિકેટ, બધી જગ્યાએ ક્યુઆર કોડ જોવા મળે છે. રક્ષાબંધનના (Raksha Bandhan) પાવન પર્વ પર ભાઈના કાંડા પર યુનિક ક્યુઆર કોડ વાળી રાખી (QR Code Rakhi) બહેન બાંધશે. ડિજિટલ યુગમાં ક્યુઆર કોડનો મહત્વ છે જેનો ઉપયોગ કરી બહેન ભાઈ ને ખાસ સંદેશ આપશે.


આ પણ વાંચો:- સોમનાથના ત્રિવેણી સંગમ પર પિંડદાન અને અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ, તીર્થ પુરોહિતોનું ઉપવાસ આંદોલન


સુરતની આર્કિટેક્ટ આયુષી દેસાઈ દ્વારા આ ખાસ કસ્ટમાઇઝ રાખડી તૈયાર કરવામાં આવી છે. રાખડી ઉપર ક્યુઆર કોડ છે જેને સ્કેન કરવા બાદ બહેન ભાઈ પ્રત્યે જે પ્રેમ અને ભાવના છે તે જોવા મળશે. આયુષીએ જણાવ્યું હતું કે હાલ જે રીતે ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ક્યુઆર કોડનો ઉપયોગ થાય છે અને વેક્સિનેશન સર્ટિફિકેટ પર પણ ક્યુઆર કોડ જોવા મળે છે.


આ પણ વાંચો:- PM આવાસ મામલે કૌભાંડ કરનાર અધિકારીઓ સામે ફરિયાદ, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા


ડિજિટલ યુગમાં ક્યુઆર કોડ મહત્વ ધરાવે છે આ જ કારણ છે કે રાખડી પર ખાસ ક્યુઆર કોડ છે જેને સ્કેન કર્યા પછી કા તો ભાઈને મોબાઈલ અથવા તો કમ્પ્યુટર પર બહેન દ્વારા મોકલવામાં આવેલા ખાસ મેસેજ જોવા મળશે અથવા તો એક ગીતનો લીંક ઓપન થશે જેમાં બહેને ભાઈ માટે ખાસ ગીતની પસંદગી કરી હોય. આયુષીએ જણાવ્યું હતું કે, કાશ્મીર તેલંગાના, આસામ, ગુવાહાટી સહિત અન્ય રાજ્યોમાં આ યુનિક ક્યુઆર કોડ લોકોની પસંદ બની છે.


આ પણ વાંચો:- સાવધાન! સરકારી કર્મચારી બનીને તમારી પાસે આવશે સુરતની આ ગેંગ અને પછી...


ઓનલાઇન કસ્ટમાઇઝ વેપારના કારણે આ રાખડી માટે અમેરિકા કેનેડાથી પણ ઓર્ડર આવી ચૂક્યો છે. આ રાખડી થી બહેન પોતાની ભાવના ગીત ના માધ્યમથી ભાઈને જણાવી શકે છે. ક્યુઆર કોડ તે પોતે જનરેટ કરે છે અને રાખડી ઉપર કસ્ટમાઇઝ કરે છે. કયુઆર કોડ સાથે અનેક ડીઝાઈન ઉપલબ્ધ છે સાથે ભાઈ બહેન પોતાની તસવીર પણ લગાવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube