અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં અનેકવાર દારૂ વેચવાની અને પીવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ તંત્રના દાવાઓ માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. હવે અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. ગુજરાત કોલેજની ખંઢેર હોસ્પિટલમાં દારૂની મહેફીલ જામી રહી છે. શિક્ષણ ધામ દારૂની મજા માણવાનું માધ્યમ બની ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર વિગત
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલના ઓરડામાં દરરોજ સાંજે દારૂની મહેફીલ જામે છે. અહીં દારૂની પાર્ટી ચાલતી હોવાની માહિતી મળતા ઝી 24 કલાકની ટીમ ત્યાં પહોંચી હતી. મીડિયા આવી રહ્યાં હોવાની વાત મળતા અસામાજિક તત્વો અહીંથી નાસી છૂટ્યા હતા. અહીં ઝી 24 કલાકના કેમેરામાં હોસ્ટેલના રૂમમાં રહેલ દારૂ, બીયર અને સોડાની બોટલ અને નમકીનના પેકેટ કેદ થયા છે. અહીં દરરોજ સાંજે દૂરીની પાર્ટી ચાલતી હોવાની વાત સામે આવી છે. 
દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે.


આ પણ વાંચોઃ રઘુ દેસાઈએ પોતાની હાર માટે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને જવાબદાર ગણાવ્યા


15 જેટલા સિક્યોરિટી હોસ્ટેલનું રાખે છે ધ્યાન
ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ કેમ્પસનું ધ્યાન રાખવા માટે 15 જેટલા સિક્યોરિટી ગાર્ડ ડ્યૂટી પર હોય છે. આ જર્જરીત હોસ્ટેલના રૂમમાં સિક્યોરિટી ગાર્ડને રહેવા માટેની જગ્યા પણ આપવામાં આવી છે. તેમ છતાં અહીં દરરોજ સાંજે દારૂની પાર્ટી જામે છે. મોડી સાંજે અંધારૂ થાય એટલે અહીં અસામાજિક તત્વો ગુજરાત કોલેજની હોસ્ટેલમાં કોઈપણ રોકટોક વગર અવરજવર કરે છે. સાંજના સમયે સિક્યોરિટી ગાર્ડ પણ કોઈ પૂછપરછ કરતા નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube