ચેતન પટેલ/સુરત :કિંમતી હીરાને તો અત્યાર સુધી આપ સૌએ ઘરેણાંની શોભા વધારતા જોયા હશે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે હીરા થકી દિલની સફાઈ પણ કરવામાં આવે છે? સુરતના હીરાનો ઉપયોગ અત્યાર સુધી જ્વેલરી માટે થતો હતો, પરંતુ સુરતના હીરાથી દિલની સફાઈ એટલે હૃદયની નળીના બ્લોકેજ દૂર કરવામાં આવી રહ્યા છે. જે લોકોના હૃદયની નળીમાં કેલ્શિયમનો ગઠ્ઠો જામી જવાથી હાર્ટ એટક આવે ત્યારે સાચા હીરા સ્ટડેડ રોટાબ્લેટર મશીનનો ઉપયોગ કરીને નળીની સફાઈ કરવામાં આવે છે. જે રીતે જ્વેલરીમાં હીરાને જડવામાં આવે છે. તે જ રીતે મશીનની આગળના ભાગમાં હીરાને જડવામાં આવ્યા હોય છે, જે બ્લોક નળીને સાફ કરી દે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના હીરા માત્ર જ્વેલરી જ માટે ઉપયોગી નથી, હવે આ સાચા હીરા દિલની સફાઈ માટે પણ વરદાન બની ગયા છે. સુરતના હીરા અને સુરતના હાર્ટ સ્પેશિયાલિસ્ટ હૃદયના અસાધ્ય બની ગયેલા નળીના બ્લોકેજને હીરાથી સાફ કરી રહ્યા છે. સુરતના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. અતુલ અભ્યંકર એક રત્નકલાકારની જેમ સાચા હીરાને એક ડ્રિલ મશીન ઉપર જડે છે અને આ ડ્રિલ મશીન સીધુ દર્દીના હૃદય સુધી જાય છે. તે નળી જ્યાં કેલ્શિયમનો ગઠ્ઠો જામી જાય છે. જે સામાન્ય બ્લોકેજ દૂર કરવાની પ્રક્રિયાથી નીકળી શકે તે શક્ય નથી. 


આ પણ વાંચો : ખુલાસો : ધમણ વેન્ટિલેટરને કારણે વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી હતી


100 વ્યક્તિઓને હાર્ટ એટેક આવે એમાંથી 4 વ્યક્તિઓને નળીમાં કેલ્શિયમ જામી જાય છે. આ કેલ્શિયમને હટાવવા માટે આ રિયલ ડામયંડ સ્ટડેડ રોટા બ્લેટર સિસ્ટમ દ્વારા કેલ્શિયમને હટાવાવમાં આવે છે. નળીમાં કેલ્શિયમ વધારે હોય ત્યારે એન્જિયોપ્લાસ્ટિકથી અંદર બલૂનથી ફુલાવવામાં આવે છે. ત્યારે પથ્થર જેવું થઈ ગયું હોવાથી બલૂન ફુલતા નથી અથવા તેના પર પ્રમાણ કરતાં વધારે પ્રેશર નાંખવામાં આવે તો નળી અથવા બલૂન ફાટી જવાની શક્યતા છે. ત્યારે આવા સમયે રોટા બ્લેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આવી જ સમસ્યામાં સુરતના ફળના વેપારી સાથે થઈ હતી. આઝમ કેળાવાળા આખરે આ પદ્ધતિથી હાર્ટ બ્લોકેજ દૂર કર્યો. 


ડો.અતુલ અભ્યંકરે જણાવ્યું કે, વિશ્વનો સૌથી કઠોર પથ્થર ગણાય છે. જ્યારે હાર્ટમાં કેલ્શિયમ જામી જાય ત્યારે એ પથ્થર જેવો સખત થઈ જાય છે. એટલે તેને હટાવવા માટે આ મશીનના ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનની આગળ ડાયમંડ ફિટ કરવામાં આવ્યો હોય છે. જેથી કેલ્શિયમને હટાવી શકાય છે. સૌ કોઈ જાણે છે કે, સુરતમાં વિશ્વના 10માંથી 9 હીરા કટિંગ, પોલિશિંગ થાય છે. પરંતુ લોકો જાણતા નથી કે સુરતના ક્લીન હીરા થકી દિલની સફાઈ પણ કરી શકાય છે. જે મશીનમાં આ હીરા લગાડવામાં આવે તે ખૂબ જ અદ્યતન છે. જેને જોવા ઈરાનથી મેડિકલ ટીમ પણ આવી ચૂકી છે. 


આ પણ વાંચો : કોરોનાનો ડાયરો : ભીડ ભેગી કરી અને 10 કલાકારોને બોલાવી ડાયરો કરાયો


ડો અતુલ અભ્યંકરે જણાવ્યું કે, સામાન્ય જે ખર્ચ બ્લોકેજ દૂર કરવામાં આવે છે. તેનાથી માત્ર 50 હજાર વધુનો ખર્ચ થકી આ અસાધ્ય બ્લોકેજ સાચા હીરાના માધ્યમથી દૂર કરવામાં આવે છે. જે એક મિનિટમાં ડાયમંડ રોટાબ્લેટર 1.80 લાખ વારાફરતી રોટા બ્લેટર મશીન એક ડ્રિલ મશીન કરતાં પણ વધારે સ્પીડમાં રાઉન્ડ ફરે છે. 500 વોલ્ટ સુધીનું રોટા બ્લેટર મશીન એક મિનિટમાં 4000થી 5000 સ્પિડ પર ફરે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હાર્ટની નળીના બ્લોકેજ હટાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રોટા બ્લેટર મશીન એક મિનિટમાં 1.60 લાખથી 1.80 લાખ વાર ફરે છે. રોટા બ્લેટર દ્વારા કેલ્શિયમ રિમૂવ કરવામાં આવે છે. મશીનમાં ટેકનિકનો ઉપોયગ કરવામાં આવ્યો હોય છે. એટલાં માટે જ્યારે મશીન ફરે ત્યારે કેલ્શિયમના કણ 5 માઈક્રોન કરતાં પણ નાના હોય છે. એટલે સરક્યુલેશન દ્વારા પસાર થઈ જાય છે અને શરીરને પણ નુકસાન થતું નથી.