નિધિરેશ રાવલ/ રાપર: રાપર તાલુકાના હમીરપરના ભગતવાળી વાંઢમા રહેતા એક પરિવાર સાથે અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો બનાવ બન્યો છે. પોતાને ખરા સાબિત કરવા ઉકળતા તેલમાં હાથ ડૂબાડતા છ લોકો દાઝી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાપર તાલુકાના હમીરપરમા રહેતા પરિવાર સાથે અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાના આ બનાવમા પોતાના પિયર આવેલી પરણિતા ગુમ થઈ જતાં સાસરીયા પક્ષ દ્વારા પીયરીયાઓએ જ પરણિતાને ભગાડી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો પીયરીયાઓ સાચા હોય તો માતાજીના મંદિરે ઉકળતા તેલમાં હાથ નાંખીને પોતાના સચ્ચાઈ સાબ સાબિત કરે તેવી બળજબરી કરી છ લોકોના હાથ ઉકળતા તેલમાં ડુબાડયા હતા.


આ પણ વાંચો:- ડિજિટલ યુગના ભાઈઓ માટે સુરતી ગર્લે બનાવી ડિજિટલ રાખડી, જાણો કઈ રીતે ખાસ છે આ QR Code રાખી


આ છ લોકો દાઝી જતા સારવાર માટે રાપર હોસ્પિટલમાં લાવવામાં આવતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ બાબતે રાપર પોલીસ મથકે ભોગ બનનાર હીરાભાઈ ધરમસીભાઈ કોલીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા રાપર તાલુકાના ગેડી ગામે રહેતા છ સખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો:- સોમનાથના ત્રિવેણી સંગમ પર પિંડદાન અને અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ, તીર્થ પુરોહિતોનું ઉપવાસ આંદોલન


આ અંગે ભોગ બનનાર હીરાભાઈ ધરમસીભાઈ કોલીએ પોતાને સમાધાનના બહાને ગેડી બોલાવી બળજબરી પૂર્વક ઉકળતા તેલના તવામાં હાથ ડુબાડયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે અન્ય બાબુભાઈ રવાભાઈ કોલીએ જણાવ્યું હતું કે દિકરીને અમે ભગાડી દીધી હોવાનો વહેમ રાખી ચાલતી બબાલ અંગે સમાધાન માટે અમોને બોલાવવામાં આવ્યા બાદ બળજબરી પૂર્વક ઉકળતા તેલમાં હાથ ડૂબાડવામા આવ્યા હતા.


આ પણ વાંચો:- PM આવાસ મામલે કૌભાંડ કરનાર અધિકારીઓ સામે ફરિયાદ, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા


આ અંગે ઈન્ચાર્જ ડીવાયએસપી જી એલ ચૌધરીએ જણાવ્યું હતું કે ગેડી ગામે બનેલા બનાવ અંગે રાપર પોલિસ મથકે છ આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube