પરખ અગ્રવાલ/બનાસકાંઠા: આગામી ટૂંક સમયમાં રાજ્ય સરકાર સહીત કેન્દ્ર સરકારનું નવું બજેટ રજુ થનાર છે. જોકે દર વખતે રજૂ થતા બજેટને લઇ અંબાજીના માર્બલ ઉધોગકારોમાં નિરાશા જોવા મળી રહી છે. માનવામાં આવે છે કે ગુજરાતમાં એક માત્ર માર્બલ ઉદ્યોગ અંબાજી ખાતે આવેલો છે. જોઈએ આવનારા બજેટ માટે શું અપેક્ષા રખાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાકુંભમાં થયેલી નાસભાગમાં ગુજરાતના એક સહિત 30 શ્રદ્ધાળુના મોત, 60 ઘાયલ


આરસ પથ્થરના નામે ઓળખાતો માર્બલ ગુજરાતમાં એક માત્ર અંબાજી વિસ્તારની ધરતીમાંથી મળી આવે છે. સમગ્ર ગુજરાતભરમાં માર્બલની ખાણો અંબાજી ખાતે જ આવેલી છે. જેમાં 40 જેટલી ખાણો અને 10 જેટલા ગેંગસો મશીન તેમજ માર્બલના પાટિયા વહેંચતા 100 ઉપરાંત ટ્રેડિંગ સેન્ટરો આવેલા છે. આ માર્બલનો પથ્થર એક કુદરતી ઉપજ જ ગણી શકાય. હાલમાં આ ઉધોગ ભારે મંદી માં સપડાયેલો જોવા મળી રહ્યો છે. જાણે સમગ્ર માર્બલ ઉદ્યોગ પ્રત્યે દુર્લક્ષ્ય સેવાતું હોય તેમ સરકારના રજૂ થતા બજેટમાં અંબાજીના માર્બલ ઉદ્યોગનો ઉલ્લેખ જ કરાતો નથી કે કોઈ નવા વિકાસની વાતો કરાતી. જોકે હાલ બજારોમાં અનેક પ્રકારની ટાઈલ્સોએ માર્બલ ઉદ્યોગની કમર તોડી નાખી છે. તેવામાં પણ મસમોટો GST નાખી દેવાતા જોઈએ તેટલા પ્રમાણમાં માર્બલનો વ્યાપાર થતો નથી. સરકારે માર્બલ ઉદ્યોગને જીવાડવા માટે GST ઓછી કરવા તેમજ રોયલ્ટી ઘટાડવા પણ માંગ કરાઈ રહી છે. 


મહેસાણાનું એક એવું ગામ કે જ્યાં તમાકુના વેચાણ પર છે “NO ENTRY”, 25 વર્ષથી પ્રતિબંધ


જોકે માર્બલ ઉદ્યોગને સૌથી મોટો ફટકો સીરામીક ટાઇલ્સ અને ગ્રેનાઈટના કારણે પડ્યો છે. સિરામીક ટાઇલ્સ સરળતાથી અને માર્બલ કરતા સસ્તા ભાવે ફિટિંગ સહીત મળી રહે છે અને તે પ્રોડક્શન કરેલી વસ્તુ પ્રોડક્ટ કરેલું માલ ગણાય છે, ત્યારે આ માર્બલ કુદરતના પેટાળમાંથી નીકળતો હોય છે. જેની કટિંગ-ફિટિંગ અને પોલીસિંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થતું હોવાથી લોકો સિરામિક તરફ વળી રહ્યા છે. પરિણામે અંબાજીનો માર્બલ ઉદ્યોગ ડચકા ભરી રહ્યો છે. માર્બલ માટીની જેમ કુદરતી ઉપજ હોઈ તેના સામે સરકારે GSTનો ટેક્સ 18%માંથી 5% થી 12%સુધીનો કરવા તેમજ ટ્રકોમાં ભરાતા માર્બલ ઉપર રોયલ્ટી ઘટાડવા માંગ કરી રહ્યા છે. આ મોટા ટેક્સના કારણે સરકાર ટેક્સ ચોરી કરવાનો મોકળું મેદાન આપી રહ્યા હોવાનું માર્બલ વાળા માની રહ્યા છે. જો ટેક્સ ઘટાડવામાં આવે તો 100 ટકા બિલિંગ થઇ શકે અને સરકારની તિજોરી છલકાઈ શકે છે તેવું માની રહ્યા છે.


સાઉદી અરબમાં ભયાનક રોડ અકસ્માત, 9 ભારતીયોના કમકમાટીભર્યા મોત


સાથે નજીકના સમયમાં અંબાજી ખાતે રેલવેની સુવિધા શરુ થનાર હોઈ જે માર્બલની હેરાફેરી ટ્રાન્પોર્ટમાં મોંઘી પડતી હોવાથી બહાર વધુ પડતું જતું નથી પણ આ રેલવે આવવાથી અંબાજીનો માર્બલ દેશના અનેક રાજ્યોમાં જઈ શકે અને ટ્રાન્સ્પોટેશન ટ્રક કરતા સસ્તું પડશે તેવું માની રહ્યા છે. જોકે ગુણવત્તાની દ્રષ્ટિએ અંબાજીના માર્બલમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોવાથી અહીંના માર્બલ ને ઉચ્ચ ગુણવત્તાવાળો માનવામાં આવે છે. માર્બલનો પાવડર ડિટર્જન, ટેલ્કમ, ટુથપેસ્ટ જેવી કંપનીઓમાં પણ વધુ ડિમાન્ડ હોવાથી અંબાજીમાં હાલ પાવડર પ્લાન્ટ પણ વધ્યા છે તેમના માટે પણ સરકારી અલાયદી જગ્યાઓ આપી GIDC વિકસાવવી જોઈએ અને સાથે રાજ્યને કેન્દ્ર સરકારે અંબાજી ના માર્બલ ઉદ્યોગ ને વિશેષ દરજ્જો આપવા પણ માંગ કરાઈ રહી છે.