અલ્કેશ રાવ/બનાસકાંઠા : શહેરના ડીસા પંથકમાં પડેલા ધોધમાર વરસાદે ડીસા પંથકમાં વરસાદી આફત લાવી સર્જી છે. ડીસાના કંસારી ગામના ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો પશુઓ માટેનું ઘાસ પણ વરસાદના પાણીમાં પલળી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. તો ઘરોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી બગડી ગઈ છે. અચાનક પડેલા વરસાદના કારણે લોકોને પોતાના ઘરની ચીજવસ્તુઓ યોગ્ય જગ્યાએ ખસેડવાનો સમય ન મળતાં લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નશામાં મિત્રની જ હત્યા કરી નાખી, બહેન સામે ગંદા ચેનચાળા કરનારને મઝહરે એવો પાઠ ભણાવ્યો કે...


ડીસાના કંસારીમાં ધોધમાર વરસાદના કારણે ઘરોમાં પાણી ઘુસ્યા છે. ઘરમાં ઢીંચણ સુધી પાણી ભરાયા છે ઘર માલિક પાણીમાં ઉભા છે. કંસારી ગામમાં ખેતરો અને ઘરોમાં તો પાણી ભરાયા છે. જોકે કંસારીના 70 -80 ઘરો તરફ જતો પાકો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાકા રસ્તા ઉપર કમર સુધી પાણી ભરાતા રસ્તો તળાવ બની ગયો છે. જેથી 70 -80 ઘરોના લોકોને આવવા જવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.


દારૂ પીધેલા PI ને ASI અને હેડ કોન્સ્ટેબલે મારવા લીધો, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં


કંસારીમાં પડેલા વરસાદના કારણે પાકો રસ્તો તળાવમાં ફેરવાતા રસ્તા ઉપર કમર સુધી પાણી ભરાયા છે. ડીસા પંથકમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે પણ ડીસા -ધાનેરા હાઇવે ઉપર પણ પાણી ભરાયા છે. જેમાં કંસારી ટોલટેક્ષ ઉપરના હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાંથી મહા મુસબીતે ધીરેધીરે પસાર થઈ રહ્યા છે. ડીસા પંથકમાં પડેલા વરસાદે આફતી કહેર વર્તાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube