Gujarat Weather Forecast : હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. આજે રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. ત્યારે હોળી પહેલા અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોળી પહેલા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હોળીના દિવસે ચાર દિશા અને ચાર ખૂણા એટલે કે આઠે દિશાનો પવન કેવો રહેશે તે હવામાન નિષ્ણાતે અત્યારથી જ જણાવી દીધું છે. હોળીમાં પવનની દિશા ઉપરથી જાણી શકાય કે હવામાન કેવું રહેશે? અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરનો પવન ફંકાય તો શિયાળો લંબાય જો કે વરસાદ પુષ્કળ થાય. પશ્ચિમ અને સૂર્યો પવન ફંકાય તો પણ વરસાદ સારો થાય. નૈઋત્યનો પવન ફૂંકાય તો સાધારણ વરસાદ થાય. દક્ષિણનો પવન ફૂંકાય તો વર્ષ નબળું અને રોગની ઉત્પત્તી સૂચવે છે. અગ્નિ દિશાનો પવન ભારે પવન ફૂંકાય, ખરાબ વર્ષનું ચિન્હ જાણવું. પૂર્વનો પવન ખંડવૃષ્ટિ સૂચવે છે. ઇસાની પવન ઠંડીનું સૂચન છે. 


રંજન ભટ્ટ બાદ ભીખાજીનો વારો પડ્યો : સામેથી ચૂંટણી લડવાની ના પાડી


અંબાલાલ પટેલે કહ્યું કે, જો ચારેય દિશામાં પવન ફૂંકાય અને આકાશે ઘૂમરી લેતો પવન ફૂંકાય તો દુકાળ પડવાની શક્યતા છે. ફાગણ સુદ પૂનમે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય તો સારુ કહેવાય છે. ફાગણ સુદ પૂનમનો ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો એટલો કાળનો જન્મ થાય છે. જે દુકાળ સાબિત થાય છે. ચૈત્રી પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો કાળનું ગર્ભ બંધાય છે. વૈશાખી પૂનમે ફરી આવી નિશાની દેખાય તો કાળ પ્રવર્તે છે. જેઠની પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો દુકાળ પડે છે. 


તેમણે કહ્યું કે, હોળીના દિવસે વરસાદ પડે તો સારો કહેવાય. જો કે ધુળેટીનો વરસાદ સારો કહી શકાય.


ગુજરાતમાં ઘુંઘટ પર રાજકારણ : ગેનીબેને તાણેલા ઘુંઘટ પર ભાજપના રેખાબેને આપ્યો જવાબ


ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટ નહિ લડે ચૂંટણી