ગીર સોમનાથ: પોલીસે  ખોટા દસ્તાવેજ ઉભા કરી બીજાના નામે બાઈક ખરીદીના મોટા કૌભાંડનો પ્રદાફાશ કર્યો છે અને 4 માસ્ટરમાઇન્ડ ઇસમોની ધરપકડ કરી છે. ઉપરાંત 39 બાઇક પણ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી. આ દરસ્યો છે તાલાલા પોલીસ સ્ટેશનના પટાંગણ ના જ્યા કતારબન્ધ રીતે જોવા મળી રહેલી આ બાઇકો હાલ ચર્ચાનો વિષય બની છે. આ બાઇકો શો રૂમની નહિ પણ એક મસમોટા કૌભાંડનો પ્રદાફાશ થતા અહીંયા લવાઈ છે. જી હા પોલીસે કૌભાંડ આચરનારા 4 સખ્સોને દબાચ્યા છે. તેની પૂછપરછ કરતા 40 જેટલી બાઇકો અન્યના નામે ખરીદીને વહેંચી દેવાયાનું બહાર આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: મંગળબજારમાં ત્રણ માળની દુકાનમાં અચાનક લાગી ગઇ ભયાનક આગ


તાલાલાના એક ફરિયાદીએ પોતે બાઈક ન લીધી હોવા છતાં ફાઇનાન્સ કંપનીની નોટિસ આવી હોવાને લઇ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ આગળ વધતા પોલીસ પણ દંગ રહી ગઈ. આ રીતે થયો મસમોટા કૌભાંડનો પર્દાફાશ. પોલીસના જણાવ્યા મુજબ અન્ય વ્યક્તિના ડોક્યુમેન્ટ મેળવી આ ટોળકી બીજાના નામે લોન પર શો રૂમમાંથી નવી બાઈક છોડાવતા હતા. અને અન્ય ત્રીજી (અન્ય) વ્યકિતને નવી બાઈક સસ્તી કિંમતે વહેંચી દેતા હતા. નવાઈ ની વાત એ છે કે ઘણી બાઈક તો મૃત વ્યક્તિના નામે પણ ખરીદયેલી છે.


રાજકોટમાં Instagramનો FRIEND ગાડી લઇને તરૂણીને લઇ તો ગયો પણ...
ચાર આરોપી પેકી ના એક હીરો મોટર્સ નો શો રૂમ ચલાવે છે. જ્યારે બીજો ફાયનાન્સ કંપની દ્વારા ફાઇનાન્સ અપાવવવાનું કામ કરે છે. વધારે બાઈકનું વહેંચાણ થાય અને પૈસા પણ મળેએ હેતુથી અન્ય આરોપીઓને એજન્ટ રાખ્યા હતા. તમામ બાઇકો હીરો કંપનીના છે આશરે 4 મહિનાથી આરોપીઓ આ કોમ્ભાંડ આચર્યું હતું. આખરે નોટિસ બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો અને 4 આરોપીઓની ધરપકડ કરીને છે ઉપરાંત 39 બાઇકો પણ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવી છે. 


રાજહંસ બન્યા ભાવનગરનાં મહેમાન, હિમાલય સર કરીને આવે છે પક્ષીઓ


પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરતા 11 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. હાલ બાઈક કૌભાંડમા અન્ય મોટા માથાઓના નામ ખુલવાની આશંકા છે.  જૂનાગઢના વિસાવદર તેમજ ગીરના ઉના તાલાલા સહિતના વિસ્તારોમાં હીરોનો શો રૂમેથી અન્યના ડોક્યુમેન્ટ રજૂ કરી આરોપીઓ મસમોટું કૌભાંડ આચરતા પોલીસે 15 દિવસથી આવી બાઇકો પર વોચ ગોઠવી. તમામ બાઇકોનો કબજો લીધો. જો કે તપાસ દરમ્યાન આરોપીઓ અને બાઇકોની સનખયમાં વધારો થવાના સંકેતો પણ પોલીસે આપ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube