કાયદો પોતાનું કામ કરે જ છે પરંતુ જુમ્માની નમાજ બાદ ફાટી નિકળતા તોફાનો નહી ચાલે
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલ પરિષદ શિક્ષા વર્ગનો આજે અંતિમ દિવસ હતો. જ્યાં સુરેન્દ્ર જૈન દ્વારા દિવસ ગુજરાત સરકારને અપીલ કરાઈ કે મંદિરને હટાવતા પહેલાં જે તે સમાજના લોકો સાથે ચર્ચા કરવી જોઈએ. મંદિર અને મજાર હટાવવામાં પક્ષપાત ન કરવો જોઈએ. રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, નુપુર શર્મા મુદ્દે લીગલ એક્શન લઈશું અને વિધર્મીઓ દ્વારા જુમ્માની નમાઝ બાદના દેખાવો સાંખી લેવાય તેવા નથી.
ભરૂચ : વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલ પરિષદ શિક્ષા વર્ગનો આજે અંતિમ દિવસ હતો. જ્યાં સુરેન્દ્ર જૈન દ્વારા દિવસ ગુજરાત સરકારને અપીલ કરાઈ કે મંદિરને હટાવતા પહેલાં જે તે સમાજના લોકો સાથે ચર્ચા કરવી જોઈએ. મંદિર અને મજાર હટાવવામાં પક્ષપાત ન કરવો જોઈએ. રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, નુપુર શર્મા મુદ્દે લીગલ એક્શન લઈશું અને વિધર્મીઓ દ્વારા જુમ્માની નમાઝ બાદના દેખાવો સાંખી લેવાય તેવા નથી.
જેલમાં યુવાનના મોત બાદ પરિવારે હાઇવે ચક્કાજામ કર્યો, ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ
ભરૂચના અંકલેશ્વર સ્થિત તપોવન આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલ પરિષદ શિક્ષા વર્ગનો આજે અંતિમ દિવસ હતો. જેમાં વિહિપના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના બોરભાઠા ખાતે તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ૧૦ દિવસીય પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તેનો અંતિમ દિવસ હતો. જેમાં વીહીપના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિહિપ દ્વારા તપોવન આશ્રમ ખાતે તા. ૨ જુનથી ૧૨ જુન સુધી પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિક્ષા વર્ગમાં સમગ્ર રાજ્યમાંથી ૧૪૦ જેટલા સભ્યોએ લાભ લીધો હતો અને ૨૦ જેટલા શિક્ષકોએ વર્ગનું સંચાલન કર્યું હતું.
બિચારુ કોણ જનતા કે નેતા? ખુદ ભાજપ નેતાએ જ CMને કરી ભ્રષ્ટાચારની ફરિયાદ!
આજરોજ અંતિમ દિવસે વીહીપના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વિહિપ એ પોતાના એજન્ડા સાથે કામ કરી રહ્યું છે. અને દેશના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી તેમાં કાયદાકીય રીતે કેવી રીતે લડત આપી શકાય તે માટે કાર્ય કરી રહ્યું છે. દેશના હાલના સળગતા પ્રશ્ન નુપુર શર્મા મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે જુમ્માની નમાઝ બાદ દેશમાં જે સ્થિતિનું નિર્માણ થયું અને જે રીતે નુકસાન પહોચાડવામાં આવ્યું તે શાખી લેવાય તેમ નથી.
પોલીસની રેઢીયાળ નીતિથી લોકો લોકરમાં દાગીના મુકે છે પણ હવે બેંકો પણ રેઢીયાળ બની
નુપુર શર્માની સામે ઢગલે બંધ કેસો થયા છે તો શું તેઓને દેશની ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ નથી. કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. તેઓએ ગુજરાત સરકારને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે હિન્દુ એ ક્યારેય વિકાસનો વિરોધી નથી. સમાજ સાથે ચર્ચા કર્યા બાદ જ મંદિર રાજ્ય સરકારે હટાવવું જોઈએ. હાલમાં જ સુરતમાં મહાકાલી મંદિરને હટાવવાના મુદ્દે ભારે વિવાદ થયો હતો. ત્યારે ગુજરાત સરકારને અપીલ કરતાં જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં વચ્ચે જો કોઈ મંદિર આવતું હોય તો સમાજ સાથે વાટા ઘાટો કરવી જોઈએ અને તેનું અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube