અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ ભારત પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીએ અમદાવાદથી કરશે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ટ્રમ્પ જે માર્ગ પરથી પસાર થવાના છે તેને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાશે અને આ દરમિયાન ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મોદી અને ટ્રમ્પના આ મેગા શોની સાક્ષી દુનિયા બનવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રવાસ પહેલા વાસણોને લઈને પણ ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પ ક્યારે આવશે ક્યાં જશે તે કાર્યક્રમ નક્કી થઈ ચુક્યો છે. તમામ વસ્તુનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ અને તેમના પરિવારને પારંપારિક ભારતીય ભોજન સોના અને ચાંદીના વર્ક વાળી પ્લેટમાં પિરસવામાં આવશે. જયપુરના જાણીતા ડિઝાઇનર અરૂણ પાબૂવાલે ટ્રમ્પના પરિવાર માટે ખાસ કટલરી અને ટેબલ વેયર ડિઝાઇન તૈયાર કરી છે. ક્રોકરીમાં મહીન કામગીરીનું પણ કામ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે પાબૂ વાળાએ આ પહેલા બે વખત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા માટે પણ ડિનર સેટ અને બ્રેકફાસ્ટની ક્રોકરી તૈયાર કરી હતી. 


ટ્રમ્પની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે અમદાવાદ પોલીસે બનાવ્યો જડબેસલાક Action Plan


ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ બે દિવસ માટે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પુત્રી ઇવાંકા ટ્રમ્પ પણ આવશે. મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓની ચર્ચા ગુજરાતથી 13 હજાર કિલોમીટર દૂર અમેરિકામાં પણ થઈ રહી છે. ટ્રમ્પ પોતાની ચૂંટણી રેલીઓમાં સતત ભારતી યાત્રાની ચર્ચા કરી રહ્યાં છે. એટલે કે ભારતના 135 કરોડ લોકોની સાથે અમેરિકાના 32 કરોડ લોકો પણ આ યાત્રાની ચર્ચા કરી રહ્યાં છે. 


નમસ્તે ટ્રમ્પઃ અભિવાદન નાગરિક સમિતિની સભ્યોએ લીધી સ્ટેડિયમની મુલાકાત, તૈયારીનું કર્યું નિરીક્ષણ  


ડોનાલ્ડ ટ્રમ્પ પરિવારની સાથે દિલ્હીની આઈસીટી મૌર્યા હોટલમાં રોકાશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ટ્રમ્પને ડિનરમાં આઈટીસી મૌર્યાના બુખારા રેસ્ટોરન્ટમાં ટ્રમ્પ પ્લેટર નામની એક ડિશ પિરસવામાં આવશે. ટ્રમ્પ પ્લેટર એક તંદૂરમાં બનાવનારી ડિશ હશે. ટ્રમ્પ પ્લેટરમાં કબાબસ દાલ બુખારા, ખસ્તા રોટલી અને ભરવા કુલચા હશે. ટ્રમ્પની ડિશ તેમના સ્વાદ અનુસાર તૈયાર કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક