બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ચોમાંસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા વિધાનસભામાં અશાંતધારા સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી આ કાયદામાં કેટલીક ક્ષતિઓ હોવાના કારણે ભાજપ દ્વારા આ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું કે, અગાઉ કોંગ્રેસની સરકારે 1986માં આ બીલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કેટલાક સુધારા સાથે 1991માં પણ આ બીલ પસાર કરવામાં આવ્યું હતું. ત્યારથી આજસુધીમાં આ કાયદામાં રહેલી કેટલીક ક્ષતીઓને જેના કારણે રાજ્ય સરકારે આ બીલ પસાર કરવામાં આવ્યું છે. ભૂતકાળના કાયદામાં ન હતી તેવી જોગવાઇ પણ આ કાયદામાં લાવવામાં આવી છે. 


આમા કેવી રીતે ભણશે ગુજરાત: ધો-1થી 5ના વિદ્યાર્થીઓને ધો-8ની બાળકી આપે છે શિક્ષણ


પહેલા જમીન વેચાણ અને ભાડા વેચાણની પ્રક્રિયા 100ના સ્ટેમ્પ પર સબ રજીસ્ટ્રરની સહિ પર કરવામાં આવતી હતી. જેમાં સુધારા કરીને હવે કલેક્ટર એસપી અને જોનલ મ્યુનસિપલ કમીશ્નર નવી જોગવાઇ પ્રમાણે આભિપ્રાય આપીને મંજૂરી આપવામાં આવશે. વિધાનસાભમાં રજૂ કરવામાં આવેલ આશંતધારા સુધારા બિલમાં બનાવામાં આવેલા કાયદાનો ભંગ કરનારને 3થી5 વર્ષ સુધીના સજા તથા 1 લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે.


જુઓ LIVE TV



આ હતું કાયદામાં સુધારા પાછળનું કારણ
કોમી તોફાનો પછી મિલકતોની ખરીદ-વેચાણની ફરિયાદો વધી જતી હતી. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો.